Hyderabad family tragedy Saudi: સાઉદી અરબના રસ્તા પર બનેલી એક ગોઝારી ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. મક્કાથી મદીના તરફ જઈ રહેલી ઉમરાહ યાત્રાળુઓની બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ, જેના કારણે બસમાં ભયંકર આગ લાગી અને તેમાં સવાર 42 ભારતીય યાત્રાળુઓ જીવતા ભૂંજાઈ ગયા. આ યાત્રાળુઓ માટે આ ધાર્મિક યાત્રા જીવનની છેલ્લી યાત્રા બની રહી.
Hyderabad family tragedy Saudi : એક જ પરિવારની ત્રણ પેઢી ખતમ
આ દુર્ઘટનાનો સૌથી મોટો આઘાત હૈદરાબાદના એક પરિવારને લાગ્યો છે. આ અકસ્માતમાં એક જ પરિવારના 18 સભ્યોનું મૃત્યુ થયું છે, જેમાં ત્રણ પેઢીઓ સમાપ્ત થઈ ગઈ છે. સંબંધીઓનું કહેવું છે કે બાળકોએ તેમના દાદા-દાદી માટે ભેટો ખરીદી હતી અને તેઓ ઘરે પાછા ફરવાની વાત કરી રહ્યા હતા, પરંતુ એક જ ક્ષણમાં તેમના સપના અને જીવન રાખ થઈ ગયા.પીડિતોના પિતરાઈ ભાઈ મોહમ્મદ અસલમ આંસુ સાથે સરકાર પાસે સંપૂર્ણ તપાસની માંગ કરી છે, જેથી જવાબદારોને સજા થઈ શકે.
Hyderabad family tragedy Saudi: બીજા પરિવારે ગુમાવ્યા પાંચ સભ્યો
આ કરુણ દુર્ઘટનામાં સબીહા બેગમ, તેમનો પુત્ર ઇરફાન, પુત્રવધૂ હુમૈરા અને તેમના બે નાના બાળકો હમદાન અને ઇઝાન સહિત એક બીજા પરિવારના પાંચ સભ્યોનું પણ મૃત્યુ થયું છે. સંબંધીઓ આઘાતમાં છે અને કહે છે કે બાળકો પહેલીવાર ઉમરાહ પર ગયા હતા અને બધા ખૂબ ખુશ હતા.
તેલંગાણા સરકાર તરફથી સહાયની જાહેરાત:
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા 42 ઉમરા યાત્રાળુઓના પરિવારો માટે તેલંગાણા સરકારે ₹5 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે.તેલંગાણા રાજ્ય હજ સમિતિના અધ્યક્ષ ગુલામ અફઝલ બિયાબાનીએ પરિવારોને આ મુશ્કેલ સમયમાં શક્ય તેટલી મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે.
45 ભારતીય યાત્રાળુઓના મૃત્યુ બાદ મોટો સવાલ એ છે કે આટલા મોટા અકસ્માત માટે કોણ જવાબદાર છે? શું આ ખાનગી ઓપરેટરની બેદરકારી હતી, બસની ખામી હતી કે પછી અન્ય કોઈ કારણ? પીડિત પરિવારો ન્યાય અને સત્ય બહાર લાવવાની માંગ કરી રહ્યા છે, કારણ કે 18 સપના, 18 જીવ અને 18 વાર્તાઓને માત્ર અકસ્માત કહીને ભૂલી શકાય નહીં.
આ પણ વાંચો: સાઉદી અરેબિયામાં ભયાનક માર્ગ અકસ્માત, 42 ભારતીય ઉમરાહ યાત્રાળુઓના મોત

