નક્સલીઓ ઠાર: છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે, રાજ્યના નારાયણપુર જિલ્લામાં શુક્રવારે સુરક્ષા દળોનો નક્સલવાદીઓ સાથે ભીષણ અથડામણ થઈ હતી. આ અથડામણમાં છ નક્સલવાદીઓ માર્યા ગયા હતા, આ અંગે પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અબુઝમાડ વિસ્તારના જંગલમાં બપોરે નક્સલવાદીઓનો સુરક્ષા દળો સાથે અથડામણ થઇ હતી જેમાં 6 નકસલવાદીઓ ઠાર મરાયા હતા.
નક્સલીઓ ઠાર: પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસને નકસલવાદીઓની બાતમી મળી હતી કે અબુઝમાડ વિસ્તારમાં નકસલવાદીઓ ઉપસ્થિત છે,જેને લઇને સુરક્ષાકર્મીઓ એલર્ટ થઇને નકસલવાદીઓને ઘેરી લીધા હતા, શરણાગતિ સ્વીકારવાની વાત કરવામાં આવી હતી પરતું નકસલવાદીઓ તરફથી ગોળીબાર શરૂ કરી દેવામાં આવ્યો હતો,જેનો જવાબ સુરક્ષા કર્મીઓએ જડબેસલાક આપ્યો હતો જેમાં 6 નકસલવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બપોરથી સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે ઘણી વખત ગોળીબાર થયો હતો. અત્યાર સુધીમાં, એન્કાઉન્ટર સ્થળ પરથી છ નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. સમાચાર લખાય ત્યાં સુધી સર્ચ ઓપરેશન ચાલુ હતું. નક્સલીઓ પાસેથી AK-47/SLR રાઇફલ્સ, અન્ય ઘાતક શસ્ત્રો, વિસ્ફોટક સામગ્રી અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ મળી આવી છે.
પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ હોવાથી, તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વધુ માહિતી શેર કરી શકાતી નથી. ઓપરેશન પૂર્ણ થયા પછી વિગતો શેર કરવામાં આવશે. સુરક્ષા દળો દ્વારા કરવામાં આવતા જોરદાર હુમલાને કારણે નક્સલીઓની તાકાત સતત ઘટી રહી છે. નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલાથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે ચોમાસા એટલે કે વરસાદની ઋતુ દરમિયાન પણ સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ રહેશે.
આ પણ વાંચો- ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફારઃ અમિત ચાવડા ફરીથી પ્રદેશ અધ્યક્ષ, તુષાર ચૌધરી બન્યા વિધાનસભા નેતા