માતરમાં બાદશાહ ફાર્મ હાઉસ ખાતે સિનિયર સિટીઝનની મીટીંગ યોજાઇ,અનેક પ્રશ્નો પર થઇ ચર્ચા

માતર સિનિયર સિટીઝન મીટીંગ

માતર સિનિયર સિટીઝન મીટીંગ – માતર શહેરના બાદશાહ ફાર્મ હાઉસ ખાતે સિનિયર સિટીઝન મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અધ્યક્ષતા માજી ધારાસભ્ય રાકેશભાઈ રાવે કરી હતી. આ બેઠકમાં સિનિયર સિટીઝનોની સમસ્યાઓ અને માતર શહેરના વિવિધ પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને, વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ, આરોગ્ય સુવિધાઓ, શહેરની સ્વચ્છતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય જનહિતના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ થયો. આ ચર્ચાઓ દ્વારા સમાજના વિવિધ વર્ગોના હિતમાં ઉકેલો શોધવા માટે નક્કર પગલાં લેવાનું આયોજન કરવામાં આવ્યું.

માતર સિનિયર સિટીઝન મીટીંગ – નોંધનીય છે કે આ મિટીંગમાં માતર તાલુકા પંચાયતના માજી પ્રમુખ શ્રી કાળીદાસ પરમાર અને શ્રી ઉસ્માન ભાઈ મોમીનના જન્મદિવસની ઉજવણી કેક કાપીને ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી.આ મીટીંગમાં સિનિયર સિટીઝન પ્રમુખ  દિનકરભાઈ બારોટ (વકીલ), માતર તાલુકા પંચાયતના પ્રમુખ  અમિતભાઈ મકવાણા, નડિયાદ રુદ્રા આશ્રમના સંચાલક ગૌતમભાઈ બારોટ,  મનુભાઈ મહારાજ, માતર બાર એસોસિએશનના પ્રમુખ ફતેખાન પઠાણ કૃષ્ણકાકા બ્રહ્મભટ્ટ, ગોપાલભાઈ શાહ, ચિરાગભાઈ શાહ, રિપોર્ટર મોહમ્મદ ખાન પઠાણ સહિત અનેક સિનિયર સિટીઝન સભ્યો અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

 

આ કાર્યક્રમે સમાજમાં સિનિયર સિટીઝનોની ભૂમિકાને મજબૂત કરવા અને શહેરના વિકાસ માટે સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. આવા આયોજનો દ્વારા માતર શહેરના વરિષ્ઠ નાગરિકોની સમસ્યાઓનું નિરાકરણ અને સમાજની પ્રગતિ માટે સતત પ્રયાસો ચાલુ રહેશે.

 

આ પણ વાંચો-  ભારતમાં કોરોનાની રફતાર તેજ, 685 નવા કેસ,એકટિવ કેસ 3300 ને પાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *