સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યાના ગંભીર મામલે જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઓ) દ્વારા આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ માટે પાંચ સભ્યોની એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં સંચાલક મંડળ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો અને સમાજના પ્રતિનિધિ સહિતના મહત્વના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: કમિટીનું કાર્ય અને રિપોર્ટઆ કમિટીને આગામી 10 દિવસમાં તેમનો વિગતવાર રિપોર્ટ શિક્ષણ વિભાગને સોંપવાનું કાર્ય સોંપાયું છે. કમિટી નીચે મુજબની બાબતોની તપાસ કરશે:શાળા દ્વારા રજૂ કરાયેલા 18માંથી 13 દસ્તાવેજોની ઝીણવટપૂર્વક તપાસ. શાળાના સીસીટીવી ફૂટેજનું બારીકાઈથી વિશ્લેષણ, જેથી ઘટનાના કારણો અને જવાબદાર વ્યક્તિઓની માહિતી મેળવી શકાય.
શાળા પર લાગેલા ડોનેશન લેવાના આક્ષેપોની તપાસ.
આ રિપોર્ટના આધારે શિક્ષણ વિભાગ દ્વારા આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ડીઈઓનું નિવેદનજિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે, આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શિક્ષણ નિયામકે આરટીઈ રૂલ્સ 2012 હેઠળ પાંચ સભ્યોની કમિટી રચવાની સૂચના આપી છે. આ કમિટીમાં શિક્ષણ નિરીક્ષક, સંચાલક, શિક્ષણવિદ્ અને સમાજના પ્રતિનિધિનો સમાવેશ છે. કમિટી આરટીઆઈ નિયમો, શાળાના ઓડિટ અને ડોનેશન કે વધુ ફી લેવા જેવી ફરિયાદોની તપાસ કરશે.
આ રિપોર્ટ ઉચ્ચ કચેરીને મોકલવામાં આવશે, જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઝડપથી રિપોર્ટ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. પોલીસને પણ આ મામલે જાણ કરવામાં આવી છે અને જોઈન્ટ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચને લેખિતમાં જાણ કરાઈ છે. સીસીટીવી ફૂટેજ સહિતની તમામ બાબતોની પોલીસની સહભાગિતામાં તપાસ કરવામાં આવશે. આ કમિટીનો રિપોર્ટ આ ગંભીર મામલે સત્ય અને જવાબદારી નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો: Ganesh Chaturthi: ગણપતિ બાપ્પાને ચઢાવો આ 5 ફૂલો, સુખ-સમૃદ્ધિ મળશે