Seventh Day School Murder Case: વેપારીઓ આજે બંધ પાળશે,ક્રાઇમ બ્રાન્ચે કરી મોટી કાર્યવાહી

 અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી Seventh Day School Murder Case માં ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ શહેરમાં આક્રોશ ફેલાવ્યો છે. આ ઘટનાના વિરોધમાં અમદાવાદ વેપારી મહાસંઘે 24 ઓગસ્ટ 2025ના રોજ શહેરમાં બંધનું એલાન કર્યું છે. કાલુપુર-રીલિફ રોડની તમામ માર્કેટો બંધ રહેશે. આ ઉપરાંત, કુબેરનગર બંગલા અને સૈજપુર બોઘા વિસ્તારોમાં પણ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
Seventh Day School Murder Case અમદાવાદ પોલીસ કમિશનરે આ ગંભીર ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે. મૃતકના પિતાએ આરોપ લગાવ્યો કે, સ્કૂલ પ્રશાસને ઘટનાની જાણ પોલીસને મોડી કરી, જેના કારણે ક્રાઈમ બ્રાન્ચે સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્કૂલ પ્રશાસન સામે ગુનો નોંધ્યો છે. આરોપી વિદ્યાર્થીની અટકાયત કરવામાં આવી છે, અને તપાસ ચાલુ છે.
આ ઘટનાએ સ્થાનિક સમુદાયોમાં ભારે રોષ ફેલાવ્યો છે. સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. વેપારીઓના બંધ દ્વારા સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચેતવણી આપવામાં આવી રહી છે.
.ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે, સ્કૂલના સિક્યુરિટી ગાર્ડે ઘટનાની જાણ સ્કૂલ સંચાલકને કરી હતી, પરંતુ સ્કૂલ પ્રશાસને તાત્કાલિક સારવાર માટે કોઈ પગલું ભર્યું નહોતું. આ બેદરકારીને કારણે વિદ્યાર્થીની હાલત વધુ ગંભીર બની, જેના પરિણામે તેનું મોત નીપજ્યું. CCTV ફૂટેજમાં આ બેદરકારી સ્પષ્ટ દેખાય છે, જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે સ્કૂલના પ્રિન્સિપાલ અને પ્રશાસન સામે ગુનો નોંધ્યો છે. આરોપી ધોરણ 8ના વિદ્યાર્થીની અટકાયત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *