Sindhubhavan road Accident : સિંધુભવન રોડ પર ઓડી કારે બાઇકને ઉડાવી, બે લોકો 15 ફૂટ દૂર ફંગોળાયા

Sindhubhavan road Accident

Sindhubhavan road Accident : 20 ડિસેમ્બર 2024ની રાત્રે, અમદાવાદના સિંધુભવન રોડ પર વધુ એક મોટો અકસ્માત સર્જાયો છે. ગતરાત્રે લગભગ 10:00 વાગ્યે મેંગો રેસ્ટોરન્ટ નજીક એક ઓડી કાર ચલાવનારે વધારે ઝડપથી આવતી એક બાઈકને અડફેટે લીધી હતી. આ જોરદાર ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર બે યુવાનો 15 ફૂટ સુધી ઉછળ્યાં હતા.બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ખાસ કરીને તેમના માથાના ભાગે, જેના કારણે તેઓ બેભાન થઈ ગયા હતા.અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

અમદાવાદના સિંધુભવન રોડ પર 20 ડિસેમ્બર રાત્રે 10:00 વાગ્યે એક ગમખ્વાર અકસ્માત થયો. આ ઘટનામાં, મેંગો રેસ્ટોરન્ટ પાસે એક ઓડી કારના ચાલકે બેફામ રીતે કાર બાઈકને ટક્કર મારી હતી. આ ભયંકર ટક્કરના કારણે બાઈક પર સવાર બે યુવાનો 15 ફૂટ દૂર ફંગોળાયા અને બેભાન થઈ ગયા. બંનેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

અકસ્માત બાદ, ઘટના સ્થળે સ્થાનિક લોકો એકત્રિત થઈ ગયા અને ઓડી કારના ચાલકને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ફરાર થવામાં સફળ રહ્યો. આ અકસ્માતમાં ઘાયલ થયેલા બંને યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.આ ગંભીર અકસ્માતમાં યુવકોની બાઈકનો બુકડો બોલી ગયો છે. જ્યારે કારમાં પણ મોટુ નુકસાન પહોંચ્યું છે. હાલ આ સંદર્ભ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *