SSC and HSC Exam Schedule : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC)ની બોર્ડ પરીક્ષા માટેનો સુધારિત કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ 10ની પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025થી શરૂ થઈ 10 માર્ચ 2025એ પૂર્ણ થશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં હોળી અને ધુળેટીની રજાને કારણે ફેરફાર કર્યો છે, અને હવે આ પરીક્ષાઓ 13 માર્ચના બદલે 17 માર્ચ 2025એ પૂર્ણ થશે.
7 માર્ચના બદલે 12 માર્ચે હશે ભૂગોળની પરીક્ષા- SSC and HSC Exam Schedule
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે. અગાઉ 7 માર્ચે યોજાનારી ભૂગોળની પરીક્ષા હવે 12 માર્ચે યોજાશે. તેમજ, 12 માર્ચે યોજાનારી સામાજિક વિજ્ઞાન, ચિત્રકામ અને એગ્રીકલ્ચર જેવી વિષયોની પરીક્ષા હવે 15 માર્ચે યોજાશે.
પરીક્ષાના સમયમાં ખાસ વ્યવસ્થા
ધોરણ 10 માટે પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાથી 1.15 સુધી રહેશે, જ્યારે ધોરણ 12 માટે બપોરે 3 વાગ્યાથી 6.15 સુધીનો સમય રાખવામાં આવ્યો છે. દરેક પ્રશ્નપત્ર માટે વિદ્યાર્થીને 15 મિનિટ વધારાના સમયની વ્યવસ્થા કરવામાં આવી છે. આમાં 5 મિનિટ ઉત્તરવહીની વિગતો ભરવા અને 10 મિનિટ પ્રશ્નપત્ર વાંચવા માટે ફાળવવામાં આવશે.
GUJCET 2025ની પરીક્ષા 23 માર્ચે
GUJCET 2025ની તારીખ પણ જાહેર થઈ છે. આ પરીક્ષા 23 માર્ચ 2025ના રવિવારના રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી યોજાશે. આ પરીક્ષા રાજ્યના વિવિધ જિલ્લા કક્ષાના કેન્દ્રો પર થશે. પ્રવેશ માટેનું ફોર્મ અને વધુ માહિતી GSEBની વેબસાઈટ પર ઉપલબ્ધ થશે.
મહત્વપૂર્ણ સૂચનાઓ
વિદ્યાર્થીઓએ પ્રથમ પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર પર 30 મિનિટ અગાઉ પહોંચવાનું રહેશે, જ્યારે બાકીના દિવસો માટે 20 મિનિટ અગાઉ હાજર થવું ફરજિયાત રહેશે.
સરનામું અને માર્ગદર્શિકા
બોર્ડ દ્વારા વધુ માહિતી માટેની જાહેરાત અને માર્ગદર્શિકા GSEBની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. આ ફેરફાર વિદ્યાર્થીઓના હિતમાં કરવામાં આવ્યો છે અને તેમને પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થશે.
આ પણ વાંચો- PF ખાતા ધારકોએ આ તારીખ પહેલા UAN અને આધાર લિંક કરાવી લેજો! નહીંતર…