ગુજરાતમાં એસટી પાસ મોંઘું : ગુજરાત એસટી પાસ યોજનામાં કરવામાં આવેલા તાજેતરના ફેરફારથી દૈનિક મુસાફરોને ભારે ઝટકો લાગ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અમલમાં રહેલી રાહતદરની માસિક અને ત્રિમાસિક પાસ યોજના હવે નવા દર સાથે લાગુ કરવામાં આવી છે.
હવે પહેલાં કરતાં વધારે ભાડું ચૂકવવું પડશે
ગુજરાતમાં એસટી પાસ મોંઘું : GSRTCના નવો પરિપત્ર મુજબ, અગાઉ મુસાફરો 15 દિવસનું ભાડું ચૂકવી 30 દિવસની મુસાફરી કરી શકતા હતા અને 45 દિવસનું ભાડું ચૂકવી 90 દિવસ સુધી મુસાફરી કરી શકતા હતા. પરંતુ હવે આ યોજના બદલાઈ છે. નવા ફેરફાર મુજબ:
30 દિવસની મુસાફરી માટે 18 દિવસનું ભાડું વસૂલ કરવામાં આવશે
60 દિવસની મુસાફરી માટે 36 દિવસનું ભાડું ચૂકવવું પડશે
આ ફેરફાર 06 જૂન 2025ના રોજ નિગમના સંચાલક મંડળની બેઠકમાં લેવાયેલા ઠરાવ નં. 10150ના આધારે કરવામાં આવ્યો છે.
GSRTC અનુસાર, બસોમાં વધતા જતાં લોડ ફેક્ટર અને સંચાલન ખર્ચને ધ્યાનમાં રાખીને આ યોજના સુધારવામાં આવી છે. નિગમની લોકલ, એક્સપ્રેસ, ગુર્જર નગરી, લકઝરી તેમજ શહેરી બસ સેવામાં દૈનિક મુસાફરો માટે યોજનાઓ અમલમાં રહી છે, જેમાં હવે આ નવી કિંમત લાગુ થશે.
શું છે એસટી પાસ યોજના?
એસટી માસિક પાસ યોજના ગુજરાત સરકારની એક લોકપ્રિય સેવા છે, જે દૈનિક મુસાફરો માટે ખર્ચમાં રાહત લાવે છે. વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, વડીલો અને ખાસ શ્રેણી ધરાવતાં લોકો માટે ખાસ દરે પાસ ઉપલબ્ધ થાય છે. નવા સુધારા પછી, દૈનિક મુસાફરો માટે આ યોજના ઓછું લાભદાયક બની શકે છે, તેમ પણ કેટલાક યાત્રીમિત્રો જણાવી રહ્યા છે.ગુજરાત એસટી પાસ યોજનામાં કરવામાં આવેલા તાજેતરના ફેરફારથી દૈનિક મુસાફરોને ભારે ઝટકો લાગ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અમલમાં રહેલી રાહતદરની માસિક અને ત્રિમાસિક પાસ યોજના હવે નવા દર સાથે લાગુ કરવામાં આવી છે.
આ પણ વાંચો- ગુજરાત સરકારનો મોટો નિર્ણય: પૂરક પરીક્ષા ચૂકનાર વિદ્યાર્થીઓ આપી શકશે ફરી પરીક્ષા