જામિયા ઇબ્ને અબ્બાસ મદ્રસાએ શૈક્ષણિક ક્ષેત્રે એક નવું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. આ વર્ષે મદ્રસાના ધોરણ 10ના વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. આ મદ્રસા માત્ર ઇસ્લામિક તાલીમ જ નહીં, પરંતુ આધુનિક શૈક્ષણિક અભ્યાસનું પણ કેન્દ્ર બની રહ્યું છે, જે વિદ્યાર્થીઓને દીની અને દુનિયવી શિક્ષણનું સંપૂર્ણ સંતુલન પૂરું પાડે છે.
જામિયા ઇબ્ને અબ્બાસ મદ્રસામાં વિદ્યાર્થીઓને હાફિઝ, કારી અને આલિમ જેવી દીની તાલીમની સાથે ગુજરાત બોર્ડની પરીક્ષાઓ માટે પણ તૈયાર કરવામાં આવે છે. અહીં શિક્ષણની આ અનોખી પદ્ધતિ વિદ્યાર્થીઓને ધાર્મિક જ્ઞાનની સાથે આધુનિક શિક્ષણમાં પણ નિપુણ બનાવે છે. આ વર્ષે ધોરણ 10ના વિદ્યાર્થીઓની સફળતા આ પદ્ધતિની અસરકારકતાનું જીવંત પ્રમાણ છે.
મુફતી રિઝવાન તારાપુરી
જામિયા ઇબ્ને ટ્રસ્ટના પ્રમુખ મુફતી રિઝવાન તારાપુરીએ જણાવ્યું કે, “દીની તાલીમની સાથે દુનિયાવી શિક્ષણ પણ એટલું જ જરૂરી છે. અમે ઇચ્છીએ છીએ કે અમારા વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રે આગળ વધે. આથી જ અમે મદ્રસામાં કોલેજ સુધીનું શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે પ્રયાસો કરી રહ્યા છીએ.” તેમણે વધુમાં કહ્યું કે, આ દિશામાં તેઓ સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને ટૂંક સમયમાં આ યોજનાને અમલમાં મૂકવામાં આવશે.
જામિયા ઇબ્ને અબ્બાસ મદ્રસાની આ સિદ્ધિ એ દર્શાવે છે કે ધાર્મિક અને આધુનિક શિક્ષણનું સંયોજન વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ તરફ લઈ જઈ શકે છે. આ સફળતા માત્ર મદ્રસાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે.
આવનારા સમયમાં જામિયા ઇબ્ને અબ્બાસ મદ્રસા શિક્ષણના ક્ષેત્રે વધુ નવા બેન્ચમાર્ક સ્થાપિત કરશે, એવી આશા રાખવામાં આવે છે.
આ પણ વાંચો- પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો, PM શાહબાઝ શરીફ અને આર્મી ચીફ મુનીર વચ્ચે ટકરાવ!