Sukanya Samriddhi Yojana: ₹ 20,000 નું રોકાણ કરો, મળશે 6 લાખ… દીકરીઓ માટે આ યોજના છે દમદાર

Sukanya Samriddhi Yojana

Sukanya Samriddhi Yojana: દીકરીનું ભવિષ્ય સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) માં રોકાણ કરીને સુરક્ષિત કરી શકાય છે. યોજના હેઠળ 15 વર્ષ સુધી દર વર્ષે 20,000 રૂપિયા જમા કરાવવાના રહેશે.

Sukanya Samriddhi Yojana -ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) દીકરીઓ માટે એક મહાન બચત યોજના છે. આમાં રોકાણ કરીને, તમે તેમના શિક્ષણ અને લગ્ન માટે મોટી રકમ એકત્ર કરી શકો છો.

આ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે દીકરીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ. જો વર્ષ 2025 માં દીકરીની ઉંમર 5 વર્ષ છે, તો આ યોજનામાં રોકાણ કરવાનો યોગ્ય સમય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 2025 થી 2040 સુધી સતત રોકાણ કરવું પડશે. યોજના હેઠળ 15 વર્ષ સુધી દર વર્ષે 20,000 રૂપિયા જમા કરાવવાના રહેશે. યોજના હેઠળ 15 વર્ષ સુધી દર વર્ષે 20,000 રૂપિયા જમા કરાવવાના રહેશે.

15 વર્ષ માટે દર વર્ષે ₹20,000 જમા કરાવવાથી, કુલ જમા રકમ ₹3 લાખ થશે. ખાતું 21 વર્ષ પછી એટલે કે વર્ષ 2046માં મેચ્યોર થશે. રોકાણ પર તમને વાર્ષિક 8.2%ના દરે વ્યાજ મળશે.

21 વર્ષ દરમિયાન ખાતા પર કુલ વ્યાજ ₹6,23,677 હશે. પાકતી મુદતના સમયે, કુલ રકમ ₹9,23,677 (રોકાણ + વ્યાજ) હશે.

દીકરી 18 વર્ષની થાય પછી, સુકન્યા સમૃદ્ધિ ખાતામાંથી શિક્ષણ અને લગ્ન ખર્ચ માટે પૈસા ઉપાડી શકાય છે.

 

આ પણ વાંચો – Woman Dies After Delivery : છોટા ઉદેપુર: PHCની બેદરકારીથી પ્રસુતિ બાદ મહિલાનું મોત, પરિવારના ગંભીર આક્ષેપ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *