Asia Cup IND vs PAK ની છઠ્ઠી મેચ આજે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું. ભારતે 16મી ઓવરમાં જ પાકિસ્તાનના 128 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે છગ્ગા મારીને ભારતને જીત અપાવી હતી.
Asia Cup IND vs PAK પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને ભારત સામે 128 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. કુલદીપ યાદવને 3 સફળતા મળી હતી. જ્યારે બુમરાહ અને અક્ષરને 2-2 વિકેટ મળી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા શરૂઆતથી જ આક્રમક મોડમાં હતી. અભિષેક શર્મા પછી, તિલક સારી ઇનિંગ રમ્યો. પરંતુ કેપ્ટન સૂર્યાએ એક છેડે ઊભા રહીને 47 રનની અણનમ ઇનિંગ રમી અને ભારતને જીત અપાવી.
લક્ષ્યનો પીછો કરતી વખતે, ભારતીય ટીમે શુભમન ગિલની વિકેટ વહેલી ગુમાવી દીધી. શુભમન ગિલ 10 રનના વ્યક્તિગત સ્કોર પર સ્ટમ્પ આઉટ થયો. તેની વિકેટ સેમ અયુબે લીધી. આ પછી, અભિષેક શર્માએ કેટલાક સારા શોટ ફટકાર્યા પરંતુ અભિષેક શર્મા ચોથી ઓવરમાં આઉટ થયો. સેમ અયુબે તેને આઉટ કર્યો. અભિષેકે 13 બોલમાં 31 રન બનાવ્યા. આ પછી, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા વચ્ચે શાનદાર ભાગીદારી જોવા મળી. બંને વચ્ચે 56 રનની ભાગીદારી થઈ. પરંતુ 13મી ઓવરમાં, ભારતને ત્રીજો ઝટકો લાગ્યો જ્યારે તિલક વર્મા 31ના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયા. ત્યારબાદ ભારતનો સ્કોર 97 રન હતો. પરંતુ કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક છેડે ઊભા રહીને અણનમ 47 રન બનાવ્યા. સૂર્યાએ 16મી ઓવરમાં છગ્ગા વડે ભારતને જીત અપાવી.
આ પણ વાંચો: Karnataka માં ગણેશ શોભાયાત્રામાં ટ્રક ઘૂસી જતાં 8 લોકોના મોત,20થી વધુ ઘાયલ