સલમાન ખાનના શૂટિંગ સ્થળે – બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, સલમાનની શૂટિંગ સાઇટમાં એક શંકાસ્પદ વ્યક્તિ ઘુસ્યો હતો. સલમાનની સુરક્ષામાં થયેલા ભંગને કારણે સેટ પર હોબાળો મચી ગયો હતો. શંકા જતાં વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી તો તેણે કહ્યું, ‘હું બિશ્નોઈને કહું…?’ આ પછી વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. હાલ શંકાસ્પદ વ્યક્તિને પૂછપરછ માટે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે.
સલમાન ખાનના શૂટિંગ સ્થળે- સલમાન ખાનની સુરક્ષાનો મુદ્દો ત્યારે ઘણો જ ઉજાગર થયો હતો જ્યારે અભિનેતાને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી ઘણી વખત ધમકીઓ મળી હતી. સલમાન ખાનને અનેક ધમકીભર્યા કોલ અને મેસેજ કરવામાં આવ્યા હતા જે બાદ તેની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. જો કે સલમાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળવાનો આ ટ્રેન્ડ ઘણા સમયથી ચાલી રહ્યો છે, પરંતુ NCP નેતા બાબા સિદ્દીકીના ગોળીબારમાં મોત બાદ આ ટ્રેન્ડ વધુ આગળ વધ્યો છે.
શુટીંગમાં ઘુસનાર વ્યક્તિ કોણ છે?
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર દાદર વેસ્ટમાં સલમાનની ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન સલમાનનો એક ફેન શૂટિંગ જોવા માંગતો હતો, પરંતુ સુરક્ષાકર્મીઓએ તેને ધક્કો માર્યો અને તેમની વચ્ચે ઝઘડો થયો. ગુસ્સે થયેલા વ્યક્તિએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ લીધું, ત્યારબાદ ગાર્ડે પોલીસને બોલાવી અને સલમાનના ફેનને તેમને સોંપી દીધો. હાલ આ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે.
14 એપ્રિલે ઘરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું
માત્ર સલમાન જ નહીં પરંતુ અન્ય ઘણા બોલિવૂડ સ્ટાર્સને પણ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીભર્યા કોલ અને મેસેજ આવ્યા હતા, આવી સ્થિતિમાં ઘણા સ્ટાર્સની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબર 2024ના રોજ હત્યા કરવામાં આવી હતી. બાબા સલમાનના ખાસ મિત્રોમાંના એક તરીકે ઓળખાય છે.