પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત, ગુજરાતના બે મહાનુભાવોને પદ્મશ્રી મળશે
કેન્દ્ર સરકાર દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરે છે. દર વર્ષની પરંપરાનુસાર આ વર્ષે પણ પદ્મ પુરસ્કારોના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. આજે વિજેતાઓના નામ જાહેર થયા બાદ, માર્ચ અથવા એપ્રિલ મહિનામાં રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એવોર્ડ સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વિજેતાઓને પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં…

