
મહારાષ્ટ્રની કમાન સોંપાઇ દેવેન્દ્ર ફડણવીસને, આજે સરકાર બનાવવાનો કરશે દાવો!
દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપ કોર કમિટીની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે. ફડણવીસ આજે જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આવતીકાલે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે.ભાજપ કોર કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો કે દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ ધારાસભ્યોની બેઠકમાં લાવવામાં આવશે. સુધીર મુનગંટીવાર અને ચંદ્રકાંત પાટીલ બંને દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂકશે….