દાઉદપુરા મદ્રસામાં

મહેમદાવાદના દાઉદપુરા મદ્રસામાં ઇનામ વિતરણ સમારોહ યોજાયો, 50થી વધુ વિધાર્થીઓને અપાયા ઇનામ

મહેમદાવાદના દાઉદપુરા મદ્રસામાં પરંપરા મુજબ આ વર્ષે પણ ઇનામ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની  શરૂઆત પવિત્ર કુરઆનની તિલાવત થઇ . આ પ્રસંગે મદ્રસાના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું વિશેષ આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ પોતાની પ્રતિભા રજૂ કરી હતી. નોંધનીય છે કે દાઉદપુરા મદ્રસા ના  કાર્યક્રમમાં મુખ્ય મહેમાન આલીમ…

Read More
મહેમદાવાદ

મહેમદાવાદ વોર્ડનં-3ની પ્રજા રામભરોસે!ખાત્રેજ દરવાજા બહાર ગટર ઉભરાતા રોગચાળો ફેલવાની દહેશત

મહેમદાવાદ ના વોર્ડ નં. 3માં આવેલા ખાત્રેજ દરવાજા બહાર રહેમતનગર જતા રસ્તા પર છેલ્લા 10 દિવસથી ગટર ઊભરાવાની ગંભીર સમસ્યાએ વિસ્તારના લોકોનું જનજીવન હાલાકીમય બનાવ્યું છે. આ ગંદકીના ઢગલા અને દુર્ગંધથી રોગચાળો ફેલાવાની ભીતિ સતાવે છે, છતાં મહેમદાવાદ નગરપાલિકા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. વિસ્તારવાસીઓએ મૌખિક અને લેખિત રજૂઆતો કરી હોવા છતાં, નગરપાલિકા…

Read More

યાર ગદ્દાર! મહેમદાવાદના ફારવે-ટ્રાન્સર્પોર્ટના માલિકની મિત્રોએ જ કરી હત્યા! મૃતકે હોમગાર્ડમાં અદભૂત સેવા આપી હતી!

મહેમદાવાદ: શહેરમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા સલીમ રહીમુદ્દીન મલેકને મિત્રો દ્વારા  જ તીક્ષ્ણ હત્યારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના વસો પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં વસો પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.સલીમભાઇને પોતાના અતિવિશ્વાસુઓ એ જ મોતને ઘાટ ઉતારી દેતા ખળભળાટ…

Read More

મહેમદાવાદ નગરપાલિકાની ઘોર બેદરકારી, ડ્રેનેજ લાઇન તોડીને PVCના ટુકડો લગાવતા હોબાળો! ડ્રેનેજ પાઇપ નાંખવાની માંગ

મહેમદાવાદ શહેરમાં ચાલી રહેલા ખોદકામના કામો વચ્ચે નગરપાલિકાની બેદરકારીએ જોવા મળી  છે. ખાસ કરીને વોર્ડ નંબર 3ના ઇકબાલ સ્ટ્રીટમાં ડ્રેનેજ લાઇનના ખોદકામ દરમિયાન નગરપાલિકાના કારીગરોએ પાઇપલાઇન તોડી નાંખી, જેના કારણે પાણીનું લીકેજ શરૂ થયું. આ લીકેજને રોકવા માટે કારીગરોએ ગજબનું “સંશોધન” કર્યુ, તૂટેલી સિમેન્ટની પાઇપને રિપેર કરવા પ્લાસ્ટિકના ટુકડાનો ઉપયોગ કર્યો! આવી હાસ્યાસ્પદ અને બેજવાબદાર…

Read More

મહેમદાવાદમાં મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાનો સન્માન સમારોહ યોજાયો

શિક્ષણના ક્ષેત્રે સમાજમાં જાગૃતિ લાવવા અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે મહેમદાવાદ સમસ્ત મુસ્લિમ સમાજ એજ્યુકેશન ગ્રુપ દ્વારા બીજો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ રવિવાર, 17 ઓગસ્ટ 2025ના રોજ સાંજે 4 વાગ્યે પૂજ્ય રવિશંકર મહારાજ ઓડિટોરિયમ હોલ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ના 173 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું,…

Read More

મહેમદાવાદ નગરપાલિકામાં રાજકીય ખળભળાટ: ભાજપના બે કાઉન્સિલરના રાજીનામા!

મહેમદાવાદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના બે કાઉન્સિલરોના રાજીનામાએ રાજકીય ગરમાવો સર્જ્યો છે. વાર્ડ નંબર-1ના ભાજપના કાઉન્સિલર દર્શન પટેલ અને મનીષાબેન પાંડવે રાજીનામું આપી દેતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે. આ ઘટનાએ નગરપાલિકાના રાજકારણમાં નવો વળાંક લાવ્યો છે અને ભાજપની આંતરિક ગતિશીલતા પર પણ સવાલો ઉભા થયા છે. રાજીનામાનુંકારણ:સભ્યપદનીગરિમાનજળવાતીહોવાનોઆક્ષેપ દર્શનપટેલે ગુજરાતસમયનેજણાવ્યુંહતુંકે,“ સભ્યપદની ગરિમા…

Read More

ખેડામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહેમદાવાદમાં 6 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ,અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ

મહેમદાવાદમાં વરસાદ ખેડા જિલ્લામાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી, જેના પગલે ખાસ કરીને મહેમદાવાદ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. આજે સવારે 6થી 12 વાગ્યાના માત્ર 6 કલાકના ગાળામાં મહેમદાવાદમાં સરેરાશ 6.22 ઇંચ વરસાદ નોંધાયો, જે રાજ્યમાં આ સમયગાળા દરમિયાન સૌથી વધુ હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, રસ્તાઓ પર જળબંબાકાર થયું અને…

Read More

મહેમદાવાદ યાકુબપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકોની મહેકમ,TEOની બાંયધરી વહેલી તકે શિક્ષકોની કરાશે નિમણૂક

મહેમદાવાદ યાકુબપુરા પ્રાથમિક શાળા : મહેમદાવાદના યાકુબપુરા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટની સમસ્યાને વિધાર્થીઓના ભણતર પ્રભાવિત થઇ રહ્યું છે,  આ શાળામાં 150 વિદ્યાર્થીઓ સામે માત્ર ત્રણ શિક્ષકો દ્વારા બાલવાળીથી લઈને ધોરણ 1 થી 5 સુધીના વર્ગો ચલાવવામાં આવી રહ્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓનું ભણતર ભારે પ્રભાવિત થઈ રહ્યું  છે.. આ મુદ્દે સ્થાનિક લોકો દ્વારા…

Read More

મહેમદાવાદ અર્બન પીપલ્સ કો.ઓપ.બેંક લિમિટેડની 89મી વાર્ષિક સાધારણ સભા યોજાશે

અર્બન પીપલ્સ કો.ઓપ.બેંક:  ધી મહેમદાવાદ અર્બન પીપલ્સ કો.ઓપ. બેંકની 89મી વાર્ષિક સાધારણ સભા (નાણાકીય વર્ષ 2024-2025) તા. 26 જુલાઈ 2025, શનિવારે, બપોરે 4:00 કલાકે અર્બન બેંક હોલ, ભાવસાર વાડ, મહેમદાવાદ ખાતે યોજાશે. આ સભામાં ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નાણાકીય વર્ષ 2024-25ની સિદ્ધિઓ, નાણાકીય અહેવાલો અને ભાવિ યોજનાઓ પર ચર્ચા કરશે. તમામ સભાસદોને આ મહત્વપૂર્ણ…

Read More

મહેમદાવાદ શહેર રામભરોસે! ગટર,ગંદકી અને ખાડાઓથી રહેવાસીઓ ત્રાહિમામ,જુઓ ફોટા

મહેમદાવાદ શહેર રામભરોસે:  મહેમદાવાદ શહેરમાં નગરપાલિકાની ઘોર નિષ્ક્રિયતા અને અણઘટ વહીવટના લીધે નાગરિકો ગટરના ઉભરાતા પાણી, ચોમેર ખાડાઓ અને ગંદકીના ઢગલાઓથી ત્રસ્ત થઈ ગયા છે. ચોમાસાની ઋતુમાં આ સમસ્યાઓએ નાગરિકોનું જનજીવન નરકસમું બનાવી દીધું છે. ખાસ કરીને વિરોલ દરવાજા નજીક ઔતમ ફળીયા, નવા વણકરવાસ અને રાવળવાસ જેવા વિસ્તારોમાં ગટરનું પાણી શેરીઓમાં ફરી વળે છે, જેની…

Read More