
ખ્યાતિકાંડમાં એક મહિનાથી ફરાર પાર્ટનર રાજશ્રીને રાજસ્થાનથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી!
ખ્યાતિકાંડ મામલે છેલ્લા એક મહિનાથી ફરાર રહેલા ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનથી ઝડપી પાડી છે. આ ખ્યાતિકાંડમાં આઠમી ધરપકડ છે, જે રાજ્યભરમાં ચકચાર મચાવનાર મેડિકલ સ્કેમનો ભાગ છે. પહેલાં, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સાત આરોપીઓને પકડ્યા હતા, પરંતુ કાર્તિક પટેલ હજુ સુધી ફરાર છે. તેની હાલના સ્થાન વિશે જાણકારી મળી છે કે…