
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સરકારે જાહેર કરી સહાય,મૃતકના પરિવારને બે લાખ અને ઇજાગ્રસ્તને 50 હજાર
સરકારે જાહેર કરી સહાય: મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા ગંભીરા બ્રિજનો વચ્ચેનો ભાગ આજે બુધવારે વહેલી સવારે તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં પુલ પરથી પસાર થતાં વાહનો મહીસાગર નદીમાં ખાબક્યાં, જેના પરિણામે 9 લોકોના મોતની પુષ્ટી થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, બ્રિજનું મોટું ભંગાણ થતાં વાહનો નદીમાં ગરકાવ થયાં હતાં….