
લીંબડી-રાજકોટ હાઈવે પર ડમ્પર અને મીની ટ્રાવેલરની ટક્કર, 5ના મોત, 10થી વધુ ઘાયલ
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી-રાજકોટ હાઇવે પર એક કરૂણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને મિની ટ્રાવેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. મોરવડ ગામ પાસેના પુલ પર અકસ્માત સર્જાયો હતો. જ્યાં પુરપાટ ઝડપે આવતા ડમ્પરે સામેથી આવતી મીની ટ્રાવેલ્સને જોરથી ટક્કર મારી હતી….