
ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરીનો પર્દાફાશ, સરકારી પ્લોટની હરાજી કરાઇ?
ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી : ગુજરાતમાં નકલી પોલીસ, નકલી ખાદ્ય વસ્તુઓ અને નકલી અધિકારીઓના કૌભાંડો બાદ હવે ગોંડલના ત્રાકુડા ગામમાં નકલી તાલુકા પંચાયત કચેરી દ્વારા સરકારી જમીનની બનાવટી હરાજીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામતળ તરીકે જાહેર થયેલી સરકારી જમીનને નકલી દસ્તાવેજો અને હરાજીના નામે ગ્રામજનોમાં વહેંચી, લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરવામાં આવ્યા હોવાનું બહાર…