
બેલ્જિયમમાં PNB કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીની કરાઇ ધરપકડ,ભારત લાવવાની તૈયારી શરૂ!
બેલ્જિયમથી મોટા સમાચાર છે. પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની અપીલ પર, બેલ્જિયમ પોલીસે શનિવારે (12 એપ્રિલ) ચોકસીની ધરપકડ કરી હતી. ભારતે બેલ્જિયમથી ચોકસીના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરી છે. ચોક્સી હાલ જેલમાં છે. જામીનની માંગ કરી શકે છે…