
ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો -ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની હાઈ-વોલ્ટેજ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પર માત્ર બંને દેશના ચાહકો જ નહીં પરંતુ સમગ્ર ક્રિકેટ જગતની નજર રહેશે. આવી સ્થિતિમાં મેચ શરૂ થતા પહેલા જ મનની રમત રમાઈ રહી છે. જોકે દુબઈના સ્ટેડિયમમાં પાકિસ્તાની ટીમનો રેકોર્ડ ઘણો સારો છે…