ખેડામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહેમદાવાદમાં 6 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ,અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ

મહેમદાવાદમાં વરસાદ ખેડા જિલ્લામાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી, જેના પગલે ખાસ કરીને મહેમદાવાદ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. આજે સવારે 6થી 12 વાગ્યાના માત્ર 6 કલાકના ગાળામાં મહેમદાવાદમાં સરેરાશ 6.22 ઇંચ વરસાદ નોંધાયો, જે રાજ્યમાં આ સમયગાળા દરમિયાન સૌથી વધુ હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, રસ્તાઓ પર જળબંબાકાર થયું અને…

Read More

મહેમદાવાદ યાકુબપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકોની મહેકમ,TEOની બાંયધરી વહેલી તકે શિક્ષકોની કરાશે નિમણૂક

મહેમદાવાદ યાકુબપુરા પ્રાથમિક શાળા : મહેમદાવાદના યાકુબપુરા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટની સમસ્યાને વિધાર્થીઓના ભણતર પ્રભાવિત થઇ રહ્યું છે,  આ શાળામાં 150 વિદ્યાર્થીઓ સામે માત્ર ત્રણ શિક્ષકો દ્વારા બાલવાળીથી લઈને ધોરણ 1 થી 5 સુધીના વર્ગો ચલાવવામાં આવી રહ્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓનું ભણતર ભારે પ્રભાવિત થઈ રહ્યું  છે.. આ મુદ્દે સ્થાનિક લોકો દ્વારા…

Read More

મહેમદાવાદ અર્બન પીપલ્સ કો.ઓપ.બેંક લિમિટેડની 89મી વાર્ષિક સાધારણ સભા યોજાશે

અર્બન પીપલ્સ કો.ઓપ.બેંક:  ધી મહેમદાવાદ અર્બન પીપલ્સ કો.ઓપ. બેંકની 89મી વાર્ષિક સાધારણ સભા (નાણાકીય વર્ષ 2024-2025) તા. 26 જુલાઈ 2025, શનિવારે, બપોરે 4:00 કલાકે અર્બન બેંક હોલ, ભાવસાર વાડ, મહેમદાવાદ ખાતે યોજાશે. આ સભામાં ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નાણાકીય વર્ષ 2024-25ની સિદ્ધિઓ, નાણાકીય અહેવાલો અને ભાવિ યોજનાઓ પર ચર્ચા કરશે. તમામ સભાસદોને આ મહત્વપૂર્ણ…

Read More

મહેમદાવાદ શહેર રામભરોસે! ગટર,ગંદકી અને ખાડાઓથી રહેવાસીઓ ત્રાહિમામ,જુઓ ફોટા

મહેમદાવાદ શહેર રામભરોસે:  મહેમદાવાદ શહેરમાં નગરપાલિકાની ઘોર નિષ્ક્રિયતા અને અણઘટ વહીવટના લીધે નાગરિકો ગટરના ઉભરાતા પાણી, ચોમેર ખાડાઓ અને ગંદકીના ઢગલાઓથી ત્રસ્ત થઈ ગયા છે. ચોમાસાની ઋતુમાં આ સમસ્યાઓએ નાગરિકોનું જનજીવન નરકસમું બનાવી દીધું છે. ખાસ કરીને વિરોલ દરવાજા નજીક ઔતમ ફળીયા, નવા વણકરવાસ અને રાવળવાસ જેવા વિસ્તારોમાં ગટરનું પાણી શેરીઓમાં ફરી વળે છે, જેની…

Read More

મહેમદાવાદમાં સ્વચ્છ ભારતની દુર્દશા, છેલ્લા આઠ વર્ષથી ગટરની સમસ્યા યથાવત,તંત્ર ગાંઠતું જ નથી

મહેમદાવાદની દુર્દશા:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્વચ્છ ભારત અભિયાન દેશભરમાં સફળતાના નવા શિખરો સર કરી રહ્યું છે, પરંતુ મહેમદાવાદ શહેરનો રાવળવાસ વિસ્તાર આ સ્વપ્નથી કોસો દૂર છે. મહેમદાવાદ નગરપાલિકાનું તંત્ર સ્વચ્છતા અને વિકાસના મુદ્દે સંપૂર્ણ નિષ્ક્રિય અને નિરાશાવાદી બની રહ્યું છે. છેલ્લા આઠ વર્ષથી રાવળવાસ વિસ્તારમાં ગંદકીના ઢગલા, ગટરના ઉભરતા પાણી અને ખરાબ રસ્તાઓની સમસ્યાએ…

Read More

મહેમદાવાદની તાલુકાશાળામાં આનંદ મેળો અને લાઈફ સ્કીલ મેળો યોજાયો

મહેમદાવાદની તાલુકાશાળા:  મહેમદાવાદની મુખ્ય તાલુકા શાળામાં તાજેતરમાં બે દિવસીય બાળમેળો, લાઈફ સ્કીલ મેળો અને આનંદ મેળોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા, ઉદ્યમશીલતા અને જીવન કૌશલ્યોનું પ્રદર્શન કરીને બધાને પ્રભાવિત કર્યા. આ મેળામાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના સ્ટોલ લગાવ્યા હતા, જેમાં ગુજરાતી વાનગીઓની સ્વાદનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત, લાઈફ સ્કીલ મેળામાં…

Read More

મહેમદાવાદના નવા વણકરવાસમાં રોગચાળો ફેલાવાની ભીતિ, કાઉન્સીલરો બન્યા મૂક પ્રેક્ષક

મહેમદાવાદના વણકરવાસ: ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેરમાં હાલ ચોમેર ખાડા અને ગટરના ગંદા પાણીની સમસ્યાએ રહેવાસીઓનું જનજીવન મુશ્કેલ બનાવ્યું છે. ખાસ કરીને વણકરવાસ વિસ્તારમાં ગટરના પાણી ભરાયેલા હોવાને કારણે દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. વરસાદી માહોલમાં આ સમસ્યા વધુ ગંભીર બની છે, જેના કારણે મલેરિયા, ડેન્ગ્યુ અને કોલેરા જેવા રોગચાળા ફેલાવાની ભારે દહેશત ફેલાઈ છે….

Read More

મહેમદાવાદના લોકપ્રિય શિક્ષક અને જામા મસ્જિદના પ્રમુખ અબ્દુલ રહીમ મન્સુરી સાહેબનું અવસાન,સમાજને મોટી ખોટ

મન્સુરી સાહેબ: મહેમદાવાદના ખાત્રજ દરવાજા બહાર રહેતા અને શાહી જામા મસ્જિદના પ્રમુખ તેમજ પ્રખ્યાત નિવૃત શિક્ષક  અબ્દુલ રહીમ યાકુબભાઇ મન્સુરી (માસ્તર)નું 10 જુલાઈ, 2025ના રોજ દુ:ખદ અવસાન થયું છે. તેમનો જનાજો આજે રાત્રે 10:00 કલાકે તેમના નિવાસસ્થાન, ખાત્રજ દરવાજા બહારથી નીકળીને કચેરી દરવાજા બહાર, હુસેની મસ્જિદ પાસે આવેલા કબ્રસ્તાનમાં લઈ જવામાં આવશે. મર્હુમ અબ્દુલ રહીમ…

Read More

મહેમદાવાદના સુજા ખાન કબ્રસ્તાનમાં નવો વૈકલ્પિક પ્રવેશદ્વાર: ઝીયારત માટે સરળતા રહેશે

સુજા ખાન કબ્રસ્તાન:  મહેમદાવાદનું સૌથી મોટું સુજા ખાન કબ્રસ્તાનના મુખ્ય પ્રવેશદ્વાર આગળ ગટરનું પાણી ઉભરાતું હોવાથી,હાલ હંગામી ધોરણે નવો વૈકલ્પિક પ્રવેશદ્વાર મામલતદાર કચેરી સાઇડ તૈયાર કરવામાં આવ્યો છે. આ નવો પ્રવેશદ્વાર મુસ્લિમ બિરાદરોને કબરોની ઝીયારત (ફૂલ-ફાતિયો) માટે સરળતા અને સુવિધા પૂરી પાડશે. આ ઉપરાંત, JCB મશીનો દ્વારા વ્યાપક સફાઈ અને પાર્કિંગ વ્યવસ્થામાં પણ સુધારો કરવામાં…

Read More

બોમ્બે ટૂર્સની મોનસૂન ડિસ્કાઉન્ટ ઓફર: માત્ર 4 હજારમાં મહાબળેશ્વર,પંચગીની અને મુંબઇની સફર

મોનસૂનની ઋતુમાં રોમાંચક અને યાદગાર પ્રવાસ માટે તૈયાર થાઓ! બોમ્બે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ લઈને આવ્યું છે 5 દિવસનો ખાસ મોનસૂન ટૂર પેકેજ, જેમાં મહાબળેશ્વર, પંચગીની અને મુંબઈની મુલાકાતનો સમાવેશ થાય છે. આ ટૂરની કિંમત માત્ર 4000 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે, જે 18 ઓગસ્ટ 2025, સોમવારથી શરૂ થશે. ચોમાસાની ઠંડી હવાઓ અને લીલાછમ પહાડોની વચ્ચે ફરવાનું…

Read More