
મહેમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર ખાડા જ ખાડા! વૃદ્વ વ્યક્તિ ખાડામાં પડતા હાથમાં સામાન્ય ઇજા!
મહેમદાવાદમાં ખાડા- ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ મહેમદાવાદ શહેરની સડકો હજુ પણ ખાડાઓથી ભરેલી છે, જે શહેરીજનો માટે માથાનો દુખાવો બની રહી છે. નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની નિષ્ફળતાને કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયેલું છે. આજે સાંકડા બજાર વિસ્તારમાં પાઈપલાઈન માટે ખોદવામાં આવેલા ખાડામાં એક વૃદ્ધ વ્યક્તિ પડી જતાં તેમને હાથમાં સામાન્ય ઈજા…