
ખેડામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહેમદાવાદમાં 6 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ,અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ
મહેમદાવાદમાં વરસાદ ખેડા જિલ્લામાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી, જેના પગલે ખાસ કરીને મહેમદાવાદ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. આજે સવારે 6થી 12 વાગ્યાના માત્ર 6 કલાકના ગાળામાં મહેમદાવાદમાં સરેરાશ 6.22 ઇંચ વરસાદ નોંધાયો, જે રાજ્યમાં આ સમયગાળા દરમિયાન સૌથી વધુ હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, રસ્તાઓ પર જળબંબાકાર થયું અને…