
ડિજિટલ યુગમાં પણ મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટ અપડેટ થતી નથી! વેબસાઇટ શોભાના ગાંઠિયા સમાન
મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટ – આજના ડિજિટલ યુગમાં મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટઅપડેટ જોવા મળતી નથી, વેબસાઇટની અનેક કેટગરી અપડેટ થઇ નથી.મહેમદાવાદ નગરપાલિકાની વેબસાઇટમાં નવા વર્ક ઓર્ડર, ઠરાવોની વિગતો, ચૂંટાયેલા પ્રતિનિધિઓની માહિતી, પ્રમુખ-ઉપપ્રમુખના ફોટા, ગ્રાન્ટના હુકમો અને બજેટની લેટેસ્ટ માહિતી અપડેટ જોવા મળતી નથી. સૈાથી મહત્વની વાત એ છે કે નગરપાલિકાની માહિતીની કેટેગરીમાં પેટા કેટેગરીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની યાદી…