
શ્રાવણ માસ માટે અમદાવાદમાં AMTSની ધાર્મિક બસ યાત્રા યોજના,આ મંદિરોના કરી શકશો દર્શન
ધાર્મિક બસ યાત્રા યોજના: દેશભરમાં પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થઈ ચૂક્યો છે, અને ગુજરાતમાં ગણતરીના દિવસોમાં શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. આ ધાર્મિક મહિનામાં ભક્તોની ભીડ મંદિરોમાં ઉમટી પડે છે. અમદાવાદના નાગરિકો માટે સરળ મંદિર દર્શનની સુવિધા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને AMTS દ્વારા વિશેષ ધાર્મિક બસ યાત્રા યોજના શરૂ કરવામાં આવશે….