
ગુજરાતમાં શિક્ષણ સ્તરને લઇને થયા ચોંકાવનારા ખુલાસાઓ, ધો.8 ના 24 ટકા વિદ્યાર્થીઓ ધો.2ના પાઠ પણ વાંચી શકતા નથી
ASER2024 -ગુજરાતને શિક્ષણનું હબ માનવામાં આવે છે. તેમ છતાં, રાજ્યની શાળાઓમાં શિક્ષણનું સ્તર કથળાવું અને ચિંતાજનક છે. 2024ના “શિક્ષણની વાર્ષિક સ્થિતિનો અહેવાલ” (ASER) અનુસાર, અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં મૂળભૂત વાંચન અને અંકગણિત કૌશલ્યમાં ગુજરાતનું પ્રદર્શન મોટાભાગના અન્ય રાજ્યોની તુલનામાં માત્ર નબળું નથી, પરંતુ તે હજુ પણ કોવિડ…