
PNB કૌભાંડ: મેહુલ ચોક્સીને મોટો ઝટકો! ભારતને પ્રત્યાર્પણ કરવા બેલ્જિયમ કોર્ટે આપી મંજૂરી
PNB કૌભાંડ: પંજાબ નેશનલ બેન્ક (PNB)માં ₹૧૩,૦૦૦ કરોડના મહાકૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીને ભારતને પ્રત્યાર્પિત કરવા માટે બેલ્જિયમની એન્ટવર્પ કોર્ટે શુક્રવારે મંજૂરી આપી દીધી છે. ભારતીય તપાસ એજન્સીઓ (CBI) માટે આ એક મોટી જીત છે. કોર્ટે ભારતની વિનંતી પર બેલ્જિયમ સત્તાવાળાઓ દ્વારા ચોક્સીની ધરપકડને માન્ય ગણાવી છે, જે ભારતના કેસ માટે કાયદાકીય…