
ઉત્તરપ્રદેશમાં ધારાસભ્યને થપ્પડ મારવાના મામલે BJPએ ચાર લોકોને પાર્ટીમાંથી હાંકી કાઢયા
લખીમપુર ખીરીમાં ભાજપના ધારાસભ્ય યોગેશ વર્માને બધાની સામે માર મારવાના મામલામાં પહેલી કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપે ધારાસભ્ય પર હુમલો કરનાર અવધેશ સિંહ સહિત ચાર લોકોને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. હાંકી કાઢવામાં આવેલા લોકોમાં અવધેશ સિંહની પત્ની પુષ્પા સિંહ, અનિલ યાદવ અને જ્યોતિ શુક્લાનો સમાવેશ થાય છે. સીએમ યોગી સાથે ધારાસભ્યની બેઠક બાદ આ કાર્યવાહી…