
માયાવતીનો મોટો નિર્ણય, ભત્રીજા આકાશ આનંદને તમામ પદો પરથી હટાવ્યા
રવિવારે બસપાના અખિલ ભારતીય પદાધિકારીઓની બેઠકમાં માયાવતીએ એક મોટો નિર્ણય લીધો છે. તેમણે પોતાના ભત્રીજા આકાશ આનંદને તમામ પદો પરથી દૂર કરી દીધા છે. જ્યારે, ભાઈ આનંદ કુમારને રાષ્ટ્રીય સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત રામજી ગૌતમને બસપાના રાષ્ટ્રીય સંયોજક પણ બનાવવામાં આવ્યા છે. આ રીતે, બસપામાં બે રાષ્ટ્રીય સંયોજકોની નિમણૂક કરવામાં આવી છે….