
હિમાચલના બિલાસપુર પર ભૂસ્ખલનનો કાટમાળ બસ પડતા 15ના મોત, બે બાળકોનો આબાદ બચાવ
હિમાચલ પ્રદેશના બિલાસપુર (Bilaspur Tragedy) જિલ્લામાં મંગળવારે સાંજે એક હૃદયદ્રાવક બસ દુર્ઘટના બની, જેમાં ‘જાકો રાખે સાંઈયાં, માર સકે ન કોઈ’ કહેવત સાચી ઠરી છે. ઝંડૂતા ઉપમંડળના ભલ્લૂ પુલ પાસે મરોતમ-કલૌલ રૂટ પર ચાલતી ખાનગી બસ ‘સંતોષી’ પર પહાડી પરથી ભારે કાટમાળ અને પથ્થરો ધસી પડતાં, 15 મુસાફરોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા હતા. Bilaspur Tragedy…