ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: શૈક્ષણિક વર્ષ 2026-27થી ધોરણ 9માં ચાર નવા વોકેશનલ વિષયો ઉમેરાયા
GSEB New Vocational Subjects: ગુજરાતના વિદ્યાર્થીઓને શાળાકીય શિક્ષણની સાથે-સાથે વ્યવહારુ કૌશલ્ય અને રોજગારલક્ષી તાલીમ મળે તે હેતુથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી શૈક્ષણિક વર્ષ 2026-27થી ધોરણ 9માં ચાર નવા વોકેશનલ વિષયો તબક્કાવાર અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પાયાની…

