
અમિત શાહના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર ભાજપ દ્વારા સફાઈકર્મીઓનું સન્માન, હર્ષ સંઘવીના હસ્તે સ્વેટર વિતરણ
વિક્રમ સંવત ૨૦૮૨ના મંગલમય પ્રારંભ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસના શુભ સંયોગ નિમિત્તે ગાંધીનગર શહેર ભાજપ દ્વારા દિવસભર વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં વિશેષરૂપે સફાઈ કર્મચારીઓનું સન્માન અને ભોજન સમારંભ યોજાયો હતો. ગાંધીનગરના ટાગોર હોલ ખાતે આયોજિત આ વિશેષ ‘સેવા પર્વ’માં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા….