જર્મનીના ગુરુદ્વારામાં લોહીયાળ જંગ: બે જૂથો વચ્ચે હિંસક અથડામણમાં ૧૧ ઘાયલ, પાઘડીઓ ઉછળી અને છરી-કૃપાણ ચાલ્યા
Germany Gurdwara Clash Violence: જર્મનીના [Germany] મોર્સ શહેરમાં આવેલા ગુરુદ્વારા સિંહ સભામાં રવિવારે શ્રદ્ધાળુઓ વચ્ચે હિંસક અથડામણ થતા અરેરાટી વ્યાપી ગઈ છે. નોર્થ રાઈન-વેસ્ટફેલિયાના [North Rhine-Westphalia] ડુઈસબર્ગ સ્થિત આ ગુરુદ્વારામાં ૪૦ થી વધુ લોકો આમને-સામને આવી ગયા હતા. આ હિંસામાં અત્યાર સુધીમાં ૧૧ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ધાર્મિક સ્થળની અંદર થયેલી…

