
હવે શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાને બદલે માતાનું નામ ઉમેરી શકાશે, બોર્ડના વિશેષ નિયમમાં કરાયો સુધારો
ગુજરાત સરકારની મંજૂરી મળ્યા બાદ, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વિશેષ નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે અને નવી જોગવાઈઓ પણ દાખલ કરવામાં આવી છે. આ નવા સુધારાઓ મુજબ, શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના નામની જગ્યાએ માતાનું નામ ઉમેરી શકાય છે. આ માટે, જો પિતાના નામની જગ્યાએ માતાનું નામ લખાવવું હોય, તો આ વિધિ મુજબ કાર્યવાહી કરી શકાય છે….