મહેમદાવાદ રાવળવાસની ગટર સમસ્યા અંગે ખેડા SDM સમક્ષ રજૂઆત કરાઇ, નિરાકણ વહેલીતકે થશે આપી બાંયધરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્વચ્છ ભારત અભિયાન દેશભરમાં સફળતાના નવા શિખરો સર કરી રહ્યું છે, પરંતુ મહેમદાવાદ શહેરનો રાવળવાસ વિસ્તાર આ સ્વપ્નથી કોસો દૂર છે. છેલ્લા આઠ વર્ષથી આ વિસ્તારમાં ગંદકીના ઢગલા, ગટરના ઉભરતા પાણી અને ખરાબ રસ્તાઓની સમસ્યાએ રહેવાસીઓનું જીવન નર્કમય બનાવી દીધું છે. આ વિસ્તારમાં 1થી 8 ધોરણના વિધાર્થીઓ બેસે છે, ગટરના પાણીના…

