
ગુજરાતમાં ચોમાસાની પધરામણી, ભાવનગરમાં અતિભારે વરસાદ,રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ
ગુજરાતમાં ચોમાસાની પધરામણી- ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. ખાસ કરીને ભાવનગર જિલ્લામાં 16 જૂન, 2025ના રોજ આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ જોવા મળી. ભાવનગરના જેસરમાં માત્ર 4 કલાકમાં 7 ઈંચ (6.97 ઈંચ) વરસાદ ખાબક્યો, જેના કારણે ચારેકોર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ….