મહેમદાવાદમાં સ્વચ્છ ભારતની દુર્દશા, છેલ્લા આઠ વર્ષથી ગટરની સમસ્યા યથાવત,તંત્ર ગાંઠતું જ નથી

મહેમદાવાદની દુર્દશા:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્વચ્છ ભારત અભિયાન દેશભરમાં સફળતાના નવા શિખરો સર કરી રહ્યું છે, પરંતુ મહેમદાવાદ શહેરનો રાવળવાસ વિસ્તાર આ સ્વપ્નથી કોસો દૂર છે. મહેમદાવાદ નગરપાલિકાનું તંત્ર સ્વચ્છતા અને વિકાસના મુદ્દે સંપૂર્ણ નિષ્ક્રિય અને નિરાશાવાદી બની રહ્યું છે. છેલ્લા આઠ વર્ષથી રાવળવાસ વિસ્તારમાં ગંદકીના ઢગલા, ગટરના ઉભરતા પાણી અને ખરાબ રસ્તાઓની સમસ્યાએ…

Read More

મહેમદાવાદની તાલુકાશાળામાં આનંદ મેળો અને લાઈફ સ્કીલ મેળો યોજાયો

મહેમદાવાદની તાલુકાશાળા:  મહેમદાવાદની મુખ્ય તાલુકા શાળામાં તાજેતરમાં બે દિવસીય બાળમેળો, લાઈફ સ્કીલ મેળો અને આનંદ મેળોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા, ઉદ્યમશીલતા અને જીવન કૌશલ્યોનું પ્રદર્શન કરીને બધાને પ્રભાવિત કર્યા. આ મેળામાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના સ્ટોલ લગાવ્યા હતા, જેમાં ગુજરાતી વાનગીઓની સ્વાદનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત, લાઈફ સ્કીલ મેળામાં…

Read More

મહેમદાવાદના નવા વણકરવાસમાં રોગચાળો ફેલાવાની ભીતિ, કાઉન્સીલરો બન્યા મૂક પ્રેક્ષક

મહેમદાવાદના વણકરવાસ: ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેરમાં હાલ ચોમેર ખાડા અને ગટરના ગંદા પાણીની સમસ્યાએ રહેવાસીઓનું જનજીવન મુશ્કેલ બનાવ્યું છે. ખાસ કરીને વણકરવાસ વિસ્તારમાં ગટરના પાણી ભરાયેલા હોવાને કારણે દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. વરસાદી માહોલમાં આ સમસ્યા વધુ ગંભીર બની છે, જેના કારણે મલેરિયા, ડેન્ગ્યુ અને કોલેરા જેવા રોગચાળા ફેલાવાની ભારે દહેશત ફેલાઈ છે….

Read More

મહેમદાવાદના લોકપ્રિય શિક્ષક અને જામા મસ્જિદના પ્રમુખ અબ્દુલ રહીમ મન્સુરી સાહેબનું અવસાન,સમાજને મોટી ખોટ

મન્સુરી સાહેબ: મહેમદાવાદના ખાત્રજ દરવાજા બહાર રહેતા અને શાહી જામા મસ્જિદના પ્રમુખ તેમજ પ્રખ્યાત નિવૃત શિક્ષક  અબ્દુલ રહીમ યાકુબભાઇ મન્સુરી (માસ્તર)નું 10 જુલાઈ, 2025ના રોજ દુ:ખદ અવસાન થયું છે. તેમનો જનાજો આજે રાત્રે 10:00 કલાકે તેમના નિવાસસ્થાન, ખાત્રજ દરવાજા બહારથી નીકળીને કચેરી દરવાજા બહાર, હુસેની મસ્જિદ પાસે આવેલા કબ્રસ્તાનમાં લઈ જવામાં આવશે. મર્હુમ અબ્દુલ રહીમ…

Read More

મહેમદાવાદના સુજા ખાન કબ્રસ્તાનમાં નવો વૈકલ્પિક પ્રવેશદ્વાર: ઝીયારત માટે સરળતા રહેશે

સુજા ખાન કબ્રસ્તાન:  મહેમદાવાદનું સૌથી મોટું સુજા ખાન કબ્રસ્તાનના મુખ્ય પ્રવેશદ્વાર આગળ ગટરનું પાણી ઉભરાતું હોવાથી,હાલ હંગામી ધોરણે નવો વૈકલ્પિક પ્રવેશદ્વાર મામલતદાર કચેરી સાઇડ તૈયાર કરવામાં આવ્યો છે. આ નવો પ્રવેશદ્વાર મુસ્લિમ બિરાદરોને કબરોની ઝીયારત (ફૂલ-ફાતિયો) માટે સરળતા અને સુવિધા પૂરી પાડશે. આ ઉપરાંત, JCB મશીનો દ્વારા વ્યાપક સફાઈ અને પાર્કિંગ વ્યવસ્થામાં પણ સુધારો કરવામાં…

Read More

બોમ્બે ટૂર્સની મોનસૂન ડિસ્કાઉન્ટ ઓફર: માત્ર 4 હજારમાં મહાબળેશ્વર,પંચગીની અને મુંબઇની સફર

મોનસૂનની ઋતુમાં રોમાંચક અને યાદગાર પ્રવાસ માટે તૈયાર થાઓ! બોમ્બે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ લઈને આવ્યું છે 5 દિવસનો ખાસ મોનસૂન ટૂર પેકેજ, જેમાં મહાબળેશ્વર, પંચગીની અને મુંબઈની મુલાકાતનો સમાવેશ થાય છે. આ ટૂરની કિંમત માત્ર 4000 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે, જે 18 ઓગસ્ટ 2025, સોમવારથી શરૂ થશે. ચોમાસાની ઠંડી હવાઓ અને લીલાછમ પહાડોની વચ્ચે ફરવાનું…

Read More

મહેમદાવાદ તાલુકાની કેસરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

કેસરા પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ:   મહેમદાવાદ તાલુકાના કેસરા ગામની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો એક ભવ્ય અને ઉત્સાહપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ‘કન્યા કેળવણી’ અભિયાનના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ બાળકો, ખાસ કરીને બાળકીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવું અને શાળામાં પ્રવેશની ઉજવણી કરવી હતો. આ પ્રસંગે ગામના બાળકો,…

Read More

મહેમદાવાદમાં બોગસ દલાલોથી સાવધાન, જમીન ખરીદતા પહેલા ચેતી જજો! નહીંતર પસ્તાશો…

મહેમદાવાદમાં બોગસ દલાલો : મહેમદાવાદ તાલુકામાં જમીન ખરીદવાનું સપનું સાકાર કરતા પહેલા સો વાર વિચારજો, નહીંતર તમારી મહેનતની કમાણી દલાલોના ખોટા દસ્તાવેજોના જાળમાં ફસાઈ જશે! આ વિસ્તારમાં જમીન દલાલોની ચાંદી ચાલી રહી છે, જેઓ બોગસ દસ્તાવેજો અને ખોટા વારસાઈ દાખલાઓ બનાવી એક જ જમીનને પાંચ-સાત લોકોને વેચી દેતા હોવાના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે. આવું…

Read More

મહેમદાવાદના વોર્ડનં-3ના કાઉન્સિલર ક્યાં ગાયબ? ખાડા અને ગંદકીથી પ્રજા ત્રાહિમામ!

મહેમદાવાદ-પ્રિમોન્સુન :  મહેમદાવાદ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન તૈયારીઓ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે, જેના કારણે ચોમાસાની શરૂઆતમાં જ શહેરની પરિસ્થિતિ ગંભીર બની છે. ચોમાસા પહેલાં 15 દિવસમાં નગરપાલિકાએ શહેરભરમાં આડેધડ ખાડા ખોદી નાખ્યા, જેના પરિણામે મૂશળધાર વરસાદે રસ્તાઓની હાલત બગાડી દીધી. ખાત્રેજ દરવાજાથી વહોરવાડ અને સાંકડા બજાર સુધીનો મુખ્ય રસ્તો ખાડાઓના કારણે બંધ કરવો પડ્યો, જેની સૌથી વધુ…

Read More

માતા-પિતાએ હૈયાફાટ રૂદન સાથે પુત્ર રૂદ્રને આપી અંતિમ વિદાય, મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા

રૂદ્ર પટેલની અંતિમ યાત્રા –  અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ની દુ:ખદ દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. 12 જૂન, 2025ના રોજ બપોરે થયેલી આ વિમાન દુર્ઘટનામાં મહેમદાવાદ તાલુકાના વણસોલી ગામના રહેવાસી રુદ્ર ચિરાગકુમાર પટેલનું અવસાન થયું, જેનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ છે. રુદ્રની સ્મશાન યાત્રામાં આજે સમગ્ર વિસ્તારના લોકો ગમગીન થઈ…

Read More