મહેમદાવાદ યાકુબપુરા પ્રાથમિક શાળા : મહેમદાવાદના યાકુબપુરા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટની સમસ્યાને વિધાર્થીઓના ભણતર પ્રભાવિત થઇ રહ્યું છે, આ શાળામાં 150 વિદ્યાર્થીઓ સામે માત્ર ત્રણ શિક્ષકો દ્વારા બાલવાળીથી લઈને ધોરણ 1 થી 5 સુધીના વર્ગો ચલાવવામાં આવી રહ્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓનું ભણતર ભારે પ્રભાવિત થઈ રહ્યું છે.. આ મુદ્દે સ્થાનિક લોકો દ્વારા શિક્ષકોની મહેકમ પૂરી કરવાની માંગ ઉઠી છે.

મહેમદાવાદ યાકુબપુરા પ્રાથમિક શાળા: નોંધનીય છે કે શાળાના આચાર્ય દ્વારા લેખિતમાં કરવામાં આવેલી અરજીના અનુસંધાને મહેમદાવાદ તાલુકા શિક્ષણ અધિકારી બી.એમ. ગોહિલે તાત્કાલિક પગલાં લીધાં છે. તેમણે જણાવ્યું કે, “યાકુબપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટની દૂર કરવા માટે એક શિક્ષકની નિમણૂક હાલમાં કરી દેવામાં આવી છે. થોડા સમયમાં વધુ શિક્ષકોની નિમણૂક કરીને મહેકમ પૂર્ણ કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર કોઈ અસર ન થાય.
આ પગલાંથી સ્થાનિક વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આશાનું નવું કિરણ જાગ્યું છે. શિક્ષકોની નિમણૂકથી શાળામાં શિક્ષણની ગુણવત્તા સુધરશે અને વિદ્યાર્થીઓને વધુ સારી રીતે ભણવાની તક મળશે. સ્થાનિક લોકોએ તાલુકા શિક્ષણ અધિકારીના આ પ્રયાસોની સરાહના કરી છે અને આશા વ્યક્ત કરી છે કે વહેલી તકે શાળામાં પૂરતા શિક્ષકોની વ્યવસ્થા થશે.