ભારતમાં Teslaની ધમાકેદાર શરૂઆત, માત્ર 22 હજારમાં કરાવી શકશો બુકિંગ

 ભારતમાં Teslaની ધમાકેદાર શરૂઆત:   દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાએ ભારતમાં શરૂઆત કરી છે. ટેસ્લાએ 15 જુલાઈના રોજ મુંબઈના BKCમાં પોતાનો પહેલો શોરૂમ ખોલ્યો અને તેની સૌથી લોકપ્રિય ઇલેક્ટ્રિક કાર મોડેલ-વાય લોન્ચ કરી. તેની શરૂઆતની કિંમત ₹59.89 લાખ એક્સ-શોરૂમ રાખવામાં આવી છે.

 ભારતમાં Teslaની ધમાકેદાર શરૂઆત: બ્રાન્ડનો પહેલો શોરૂમ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં ખોલવામાં આવ્યો છે. મોડેલ Y ભારતમાં બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે, પહેલું RWD અને બીજું લોંગ રેન્જ RWD. તેના ટોપ વેરિઅન્ટ એટલે કે લોંગ રેન્જની એક્સ-શોરૂમ કિંમત ₹67.89 લાખ રાખવામાં આવી છે. આ કાર હાલમાં 22,220 રૂપિયામાં બુક કરી શકાય છે, જે રિફંડપાત્ર રકમ હશે. બુકિંગ કર્યાના 7 દિવસની અંદર 3 લાખ રૂપિયા વધુ ચૂકવવા પડશે, પછી જ બુકિંગ કન્ફર્મ માનવામાં આવશે.

હાલમાં, કંપની આ વાહન સાથે સંપૂર્ણપણે ઓટોમેટિક ડ્રાઇવિંગ સુવિધા આપી રહી નથી. જો કોઈ આ સુવિધાનો લાભ લેવા માંગે છે, તો તેણે તેના માટે અલગથી ₹6 લાખ ચૂકવવા પડશે. કંપનીની વેબસાઇટ પર એવું પણ લખેલું છે કે ડ્રાઇવરે હવે આપવામાં આવેલી સુવિધાઓનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. સમયાંતરે કારમાં ઇન્ટરનેટ પરથી અપડેટ્સ આવતા રહેશે, જેથી ડ્રાઇવિંગ સુવિધાઓને વધુ સુધારી શકાય.

આ પણ વાંચો-  આ શિવ મંદિરમાં મુસ્લિમ ભક્તોની લાગે છે લાંબી લાઇન,જાણો રસપ્રદ કહાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *