મહેમદાવાદ અર્બન પીપલ્સ કો.ઓપ.બેંક લિમિટેડની 89મી વાર્ષિક સાધારણ સભા યોજાશે

અર્બન પીપલ્સ કો.ઓપ.બેંક:  ધી મહેમદાવાદ અર્બન પીપલ્સ કો.ઓપ. બેંકની 89મી વાર્ષિક સાધારણ સભા (નાણાકીય વર્ષ 2024-2025) તા. 26 જુલાઈ 2025, શનિવારે, બપોરે 4:00 કલાકે અર્બન બેંક હોલ, ભાવસાર વાડ, મહેમદાવાદ ખાતે યોજાશે. આ સભામાં ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નાણાકીય વર્ષ 2024-25ની સિદ્ધિઓ, નાણાકીય અહેવાલો અને ભાવિ યોજનાઓ પર ચર્ચા કરશે. તમામ સભાસદોને આ મહત્વપૂર્ણ સભામાં ઉપસ્થિત રહી બેંકના નિર્ણયોમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવે છે.

સભાની વિગતો:
સ્થળ: અર્બન બેંક હોલ, ભાવસાર વાડ, મહેમદાવાદ
તારીખ: 26 જુલાઈ 2025
સમય: બપોરે 4:00 કલાક

ધી મહેમદાવાદ અર્બન પીપલ્સ કો.ઓપ. બેંક લિમિટેડ દાયકાઓથી સભાસદોના વિશ્વાસ અને સમર્થન સાથે સેવા આપી રહી છે. આ સભા સભાસદો માટે બેંકની પ્રગતિ, નવી યોજનાઓ અને નીતિઓ વિશે જાણવાનો ઉત્તમ અવસર છે.ધી મહેમદાવાદ અર્બન પીપલ્સ કો.ઓપ. બેંક લિમિટેડ, મહેમદાવાદની સૌથી જૂની અને વિશ્વસનીય બેંક, ભારતની આઝાદી પૂર્વે સ્થપાયેલી આ સંસ્થા દાયકાઓથી અડગ વિશ્વાસ અને સમર્પણ સાથે સભાસદોની સેવામાં કાર્યરત છે, જે આજે પણ પોતાની ગૌરવશાળી પરંપરાને જાળવી રાખે છે.

 

આ પણ વાંચો-  અમદાવાદમાં PG માટે નવી નીતિ: AMCએ જાહેર કર્યા કડક નિયમો,NOC અને ફાયર સેફ્ટી ફરજિયાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *