Police Station Mein Bhoot : 27 વર્ષ પછી, પ્રખ્યાત અભિનેતા મનોજ બાજપેયી અને દિગ્દર્શક રામ ગોપાલ વર્મા એક નવી, રોમાંચક હોરર-કોમેડી ફિલ્મ ‘પોલીસ સ્ટેશન મેં ભૂત’ સાથે પરત ફર્યા છે. આ ફિલ્મમાં અભિનેત્રી જેનેલિયા દેશમુખ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
Police Station Mein Bhoot: તાજેતરમાં ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર થયો છે, અને મનોજ બાજપેયીએ પુષ્ટિ કરી છે કે શૂટિંગ શરૂ થઈ ગયું છે.ફિલ્મનું મોશન પોસ્ટર સોમવારે રિલીઝ કરવામાં આવ્યું, જેમાં મનોજ લોહીથી લથપથ ઢીંગલી પકડેલા જોવા મળે છે.
View this post on Instagram
જ્યારે પૃષ્ઠભૂમિમાં ડરામણો અવાજ ‘હું તને જોઈ રહ્યો છું’ કહે છે. પોસ્ટરમાં એક રસપ્રદ ટેગલાઇન પણ છે: ‘You can’t arrest the dead.’સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરતાં મનોજે લખ્યું, “સત્યાથી લઈને અત્યાર સુધીની સફર પૂર્ણ થવાની છે. લગભગ ત્રણ દાયકા પછી રામ ગોપાલ વર્મા સાથે ફરી જોડાવાનો આનંદ છે. અમારી નવી હોરર-કોમેડી ‘પોલીસ સ્ટેશન મેં ભૂત’ ખાસ છે.
ઉલ્લેખનીય છે કે 27 વર્ષ પછી, પ્રખ્યાત અભિનેતા મનોજ બાજપેયી અને દિગ્દર્શક રામ ગોપાલ વર્મા એક નવી, રોમાંચક હોરર-કોમેડી ફિલ્મ ‘પોલીસ સ્ટેશન મેં ભૂત’ સાથે પરત ફર્યા છે. આ ફિલ્મમાં અભિનેત્રી જેનેલિયા દેશમુખ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.મનોજ બાજપેયી અને રામગોપાલ વર્મા 27 વર્ષ બાદ એક સાથે જોવા મળશે.
આ પણ વાંચો: Deepika-Ranveer: રણવીર સિંહનો નવો લુક! દીપિકા સાથે ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા, જુઓ વીડિયો