મહેમદાવાદ તાલુકા સમસ્ત મુસ્લિમ સમાજનો બીજો ભવ્ય ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાશે, વિદ્યાર્થીઓને માર્કશીટ જમા કરાવવા અપીલ

મહેમદાવાદ તાલુકા સમસ્ત મુસ્લિમ સમાજ- દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને પ્રોત્સાહન આપવા માટે બીજા ભવ્ય ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ધોરણ 10 અને 12માં 60 ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. પહેલ શિક્ષણ પ્રત્યે સમાજની પ્રતિબદ્ધતા અને યુવાનોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યને દર્શાવે છે.
મહેમદાવાદ તાલુકા સમસ્ત મુસ્લિમ સમાજ – આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓને તેમની માર્કશીટ અને આધારકાર્ડની ઝેરોક્ષ નકલ વહેલી તકે જમા કરાવવા વિનંતી કરવામાં આવે છે. દસ્તાવેજો ઇનામ વિતરણ કાર્યક્રમની પ્રક્રિયાને સરળ બનાવવા અને પાત્ર વિદ્યાર્થીઓની ઓળખ માટે જરૂરી છે. સંસ્થાના આગેવાન રફીકભાઇ મન્સુરી જણાવે છે કે “આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ આપવાનો અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરિત કરવાનો છે.જેના થકી વિધાર્થીઓ શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત થાય અને સમાજના બાળકો વધુ શિક્ષિત થાય.
વિદ્યાર્થીઓ માટે મહત્વની સૂચના:
પાત્રતા: ધોરણ 10 અને 12ની પરીક્ષામાં 60% અથવા તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ.
જરૂરી દસ્તાવેજ: માર્કશીટ અને આધારકાર્ડની ઝેરોક્ષ 
 સંપર્ક (ઝેરોક્ષ આ સ્થળ પર જમા કરાવશો) 
રફિકભાઇ મન્સુરી (મેનેજર )
98240-66605
ધી સર્વોદય કો-ઓ-ક્રેડિટ એન્ડ કન્ઝયુમરસ સોસાયટી લી
જવાહર બજાર ,મહેમદાવાદ
તારીખ-  9-6-2025 થી 30-6-2025 સુધી નકલ જમા કરાવવાની રહેશે
સમય- સવારે 11 કલાકથી સાંજના  6 કલાક સુધી 
 સમાજ દ્વારા આ કાર્યક્રમને ભવ્ય અને સફળ બનાવવા માટે વિવિધ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગત વર્ષના કાર્યક્રમની સફળતાને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓની ઉપસ્થિતિની અપેક્ષા છે. આવા કાર્યક્રમો શિક્ષણના મહત્વને ઉજાગર કરે છે અને સમાજના યુવાનોને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *