મહેમદાવાદના તારલાઓએ શહેરનું ગૌરવ વધાર્યું, મુસ્લિમ એજયુકેશન ગ્રુપ દ્વારા કરાયુ સન્માન

મહેમદાવાદના ફૈઝાન મલેક અને અનશ ભઠિયારાએ શહેરનું ગૌરવ વધારીને માતા-પિતાનું નામ રોશન કર્યું છે. આ બે તારલાઓનું મહેમદાવાદ મુસ્લિમ સમાજ એજ્યુકેશન ગ્રુપ દ્વારા  સર્વોદય કો,ઓપરેટીવ સોસાયટીમાં શાલ ઓઢાડી અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા,શહેરના મલેકવાડામાં રહેતા ફૈઝાન સુબામીંયા મલેકે તેમના ધ્યેય પ્રાપ્તિ માટે અથાગ મહેનત કરીને  લક્ષને પ્રાપ્ત કરીને CIFSની તમામ પરિક્ષામાં ઉતર્ણી કરીને નોકરી મેળવી છે.

જયારે મહેમદાવાદ વાવ ફળિયામાં રહેતા ધોરણ-9 માં અભ્યાસ કરતા અનશ ભઠિયારાએ તાલુકા કક્ષાના ખેલમહાકુંભમાં  અંડર -17માં ચક્રફેંક સ્પર્ધામાં પ્રથમ નંબર મેળ્યો હતો. આ મહેમદાવાદના બંને તારલાઓએ શહેરનું ગૌરવ વધાર્યું હતું, મહેમદાવાદ મુસ્લિમ સમાજ એજ્યુકેશન ગ્રુપના સભ્યો દ્વારા આ બે તારલાઓને શાલ ઓઢાડી અને મેડલ આપીને સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજ એજ્યુકેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સિદ્દિક મલેકે કર્યું હતું

ઉલ્લેખનીય છે કે મહેમદાવાદ મુસ્લિમ સમાજ એજ્યુકેશન દ્વારા સમાજ શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત થાય તે માટે સતત પ્રયત્નશીલ રહીને અવનવા શૈક્ષણિક કાર્યક્રમો કરે છે.આ કાર્યક્રમમાં  સર્વોદય કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના મેનેજર રફિક મનસુરી, સાજીદ બક્કર, પોલીસ કોન્સ્ટેબલ હારિસ મલેક, સલીમ સૈયદ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો-  HMPV virus : અમદાવાદમાં HMPVનો ખતરો: શરદી-ખાંસીવાળા બાળકો માટે માસ્ક ફરજિયાત, સ્કૂલો એલર્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *