યોગી આદિત્યનાથની જેમ બુલડોઝર ની કાર્યવાહી કરતા રાજ્યો પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે અને તમામ રાજ્યોને સૂચનાઓ આપી છે. હવે રાજ્ય પરવાનગી વગર બુલડોઝરની કાર્યવાહી કરી શકશે નહીં. બુલડોઝર ની કાર્યવાહી સામે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મુકી દીધો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આગામી સુનાવણી સુધી કોઈપણ રાજ્યમાં બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવશે નહીં. જોકે સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહીને લઈને વચગાળાના આદેશમાં કેટલીક શરતો પણ મૂકી છે. સુપ્રીમ કોર્ટે કેટલાક કેસમાં રાજ્ય સરકારોને બુલડોઝરની કાર્યવાહી માટે છૂટ આપી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે તેનો આદેશ રોડ, ફૂટપાથ, રેલ્વે લાઈનો અને જળાશયો પર અતિક્રમણ પર લાગુ થશે નહીં. એટલે કે, જો કોઈ રોડ, ફૂટપાથ કે અન્ય જાહેર સ્થળો પર અતિક્રમણ કરે તો રાજ્ય સરકાર બુલડોઝરની કાર્યવાહી કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે દેશભરમાં બુલડોઝરની કાર્યવાહી દ્વારા કોઈપણ બાંધકામને તોડી પાડવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ 1 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. તે જ દિવસે કોર્ટે સુનાવણીની આગામી તારીખ નક્કી કરી છે. સર્વોચ્ચ અદાલતે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય જાહેર રસ્તાઓ, ફૂટપાથ, રેલવે ટ્રેક અને અન્ય જાહેર સ્થળો પર ગેરકાયદેસર બાંધકામો સામેની કાર્યવાહી પર લાગુ થશે નહીં.
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે કોઈપણ મિલકત પર બુલડોઝિંગ કાર્યવાહી કરતા પહેલા કોર્ટની પરવાનગી લેવી પડશે. કોર્ટની પરવાનગી વિના આ કરી શકાય નહીં. આ પ્રતિબંધ 1 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે અને તે જ દિવસે કોર્ટમાં બીજી સુનાવણી થવાની છે, જેમાં ભવિષ્ય અંગે નિર્ણય આપવામાં આવશે. ખંડપીઠે પોતાના આદેશમાં સ્પષ્ટતા કરી હતી કે, ‘આગામી સુનાવણી સુધી કોર્ટની પરવાનગી વિના કોઈપણ બાંધકામ તોડી પાડવામાં આવશે નહીં. જો કે, આ આદેશ જાહેર રસ્તાઓ, ફૂટપાથ, રેલ્વે લાઇન અને અન્ય જાહેર સ્થળોને લાગુ પડશે નહીં. આ આદેશ જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે અરજીઓની સુનાવણી દરમિયાન આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે અલગ-અલગ રાજ્યોમાં સરકારો કોઈને કોઈ કેસમાં આરોપીઓ વિરુદ્ધ બુલડોઝરની કાર્યવાહી કરી રહી છે. ઘણી વખત આ બદલાની ક્રિયા તરીકે પણ થાય છે.
આ પણ વાંચો- ફિરોઝાબાદમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ,12થી વધુ લોકો દટાયા,3ના મોત