ભૂપેન્દ્રસિંહ ઝાલાના ના કૌભાંડમાં આ ક્રિકેટરોના પૈસા પણ ફસાયા,જાણો

ગુજરાતના મહાકૌભાંડથી સંકળાયેલા ભૂપેન્દ્રસિંહ ઝાલા ના કેસમાં હવે નવી નવી માહિતી સામે આવી રહી છે છે. સુત્રોથી મળેલી માહિતી અનુસાર, BZ ગ્રુપમાં માત્ર નાણાંકીય રોકાણકારો જ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટરો પણ આવી ચૂક્યા છે. ઔદ્યોગિક ક્ષેત્રના અનેક જાણીતા ક્રિકેટરોએ પણ આ મહાઠગની કૌભાંડમાં પૈસા રોક્યા હતા. ગુજરાતના મહાકૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાના કેસની તપાસ ધમધમાટ ચાલી રહી છે. તપાસમાં રોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. ઝાલાની ઝપેટમાં  ભારતીય ક્રિકેટરો પણ આવ્યા હોવાનું સામે આવ્યું છે. BZ ગ્રુપમાં ક્રિકેટરોએ પણ પૈસાનું રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે.

ભારતનાના જાણીતા ક્રિકેટરોએ ભૂપેન્દ્રસિંહ ઝાલા સ્કીમમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. સીઆઈડીની તપાસના ક્રિકેટરોએ પૈસા રોક્યાનું ખૂલ્યું છે. પોલીસ સૂત્રો પાસેથી માહિતી મુજબ અંદાજે 5 જેટલા ક્રિકેટરોએ BZ ગ્રુપમાં રોકાણ કર્યું હતું અને ક્રિકેટરોના નામ પણ સામે આવ્યા છે.ક્રિકેટર શુભમન ગિલ, રાહુલ તેવટિયા, મોહિત શર્મા, સાંઈ સુંદર સહિત પાંચ ક્રિકેટર્સનાં નામ પણ મળ્યાં છે. આ ઉપરાંત એક્ટર સોનુ સૂદના નામની પણ તપાસ થઈ રહી છે. કારણ કે, સોનુ સૂદ ભુપેન્દ્રસિંહ ઝાલાના એક કાર્યક્રમમાં હાજર રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સમગ્ર કૌભાંડ કર્યા બાદ અને રોકાણકારોને નવડાવ્યા બાદ હવે ભુપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે. ચર્ચા છે કે, તે દેશની બહાર નીકળી ગયો છે. તો એવુ પણ ચર્ચા છે કે, તેણે ભારત હજી છોડ્યું નથી. તેથી તેની દેશના વિવિધ જગ્યાએ તપાસ કરવામા આવી રહી છે. જોકે, તે તેનો પાસપોર્ટ લઈને નીકળ્યો હોવાનું કહેવાય છે. ભૂપેન્દ્ર ઝાલાના બીઝેડ ગ્રુપ પર કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. તેથી એક બાદ એક એજન્ટ ભૂગર્ભમાં ઉતરવાનો સિલસિલો ચાલુ છે. હિંમતનગરનો કમલેશ મોચી નામનો એજન્ટ ભૂગર્ભમાં ઉતર્યો હોવાનું સામે આવ્યું છે

 

આ પણ વાંચો –   વિનોદ કાંબલી સચિન તેંડુલકરને ઓળખી ન શક્યા? બે જૂના મિત્રનો આ વીડિયો ભાવુક કરી દેશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *