નભોઈ નર્મદા કેનાલ: ગાંધીનગરના નભોઈ નજીક નર્મદા કેનાલમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે, એક કાર કેનાલમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી.પ્રાથમિક તપાસ દરમિયાન કારમાંથી ત્રણ વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં એક યુવતી સહિત ત્રણ યુવાનોના દુઃખદ મૃત્યુ થયા છે. મૃતકની ઓળખ હર્ષ રજનીકાંત બારોટ (રહેવા વાળા: હીરાવાડી, બાપુનગર), ખુશાલી ઉર્ફે ખુશી ઘનશ્યામભાઈ રાવલ અને તેનો ભાઈ વેદાંત ઘનશ્યામભાઈ રાવલ તરીકે થઈ છે.
નભોઈ નર્મદા કેનાલ: આ ઘટનાને લઈને ઘણા તર્કવિતર્ક અને આશંકાઓ ઉઠી રહી છે. શું આ એક અકસ્માત હતો કે પછી પાછળ કોઈ બીજું કારણ હતું? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. સ્થાનિકો વચ્ચે ઘટનાને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને અનેક પ્રકારના અનુમાન લગાવાઈ રહ્યા છે.
આ પણ વાંચો- કૈલાસ માનસરોવર યાત્રા 5 વર્ષ પછી શરૂ થઈ,જાણો તેનું મહત્વ અને રહસ્ય