સરખેજમાં અંબર ટાવર સામે રિક્ષાચાલકોના ત્રાસથી ઉદભવે છે ટ્રાફિકની સમસ્યા, પ્રજા ત્રાહિમામ

The torture of rickshaw pullers

The torture of rickshaw pullers – અમદાવાદના સરખેજના અંબર ટાવર સામે મોતી બેકરીની પાસે રિક્ષાચાલકોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ રીક્ષાચાલકો પાર્કિગ ઝોન ન હોવા છંતા પણ આડેધડ પાર્કિગ કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરે છે. અંબર ટાવરના ચાર રસ્તા સર્કલ પર સૌથી જટિલ ટ્રાફિક સમસ્યા છે. રોજ પીકઅપ અવર સમય સિવાય પણ ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે, સૌથી મહત્વની વાત એ છે કે આ ટ્રાફિકની સમસ્યા મહદઅશે આ રિક્ષાચાલકો જ જવાબદાર છે. શટલમાં મુસાફરોને બેસાડવા માટે આડેધડ રીક્ષાઓ ચલાવે છે, મોતી બેકરીથી લઇને પઠાણ ફાર્મ  સુધી રિક્ષાઓ પાર્કિગ કરીને બિન્ધાસ્ત આટાફેરા કરતા હોવાથી ટ્રાફિક જામ થઇ જાય છે.

The torture of rickshaw pullers – નોંધનીય છે કે આ રીક્ષાચાલકોનો સ્ટેન્ડ ન હોવા છંતા પણ  બેફામપણે રીક્ષાઓના બિનજરૂરી આટાફેરા કરતા હોય છે. આ રિક્ષાચાલકો એમાં પણ લાઇસન્સ વગર ન અને જે કિશોર અવસ્થાના છે એ લોકો ઓરવરસ્પીડથી રિક્ષાઓ હંકારે છે, મુસાફરો સાથે પણ  મનસ્વી રીતે અને દાદાગીરી સાથે વાતચીત કરે છે.આ રિક્ષાઓવાળાઓને કાયદાની કોઇ પરવા જ નથી.ટ્રાફિકના નિયમો નેવે મૂકીને હોસ્પિટલની આગળ પણ પાર્કિગ કરીને બૂમો પાડે છે. પ્રતિદિવસ મુસાફરો કે અન્ય રાહદારો સાથે દાદાગીરીભર્યું વર્તન કરીને ડરાવતા હોય છે. આ વિસ્તારની પોલીસ પણ નિષ્કય કામ કરી રહી છે.

અંબર ટાવર પાસે ટ્રાફિકની સમસ્યા જટિલ હોવા છંતા પણ કોઇ કાર્યવાહી આ રિક્ષાઓવાળા સામે કરતા નથી. પોલીસવાળાઓ અંગત સ્વાર્થના લીધે કાર્યવાહી નથી કરી રહ્યા.અનેકવાર મોખિક રજૂઆતો કરવામાં આવી હોવા છંતા પણ આ રિક્ષાઓવાળાના ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. પોલીસ આ રીક્ષાઓવાળા સામે કડક કાર્યવાહી કરીને યોગ્ય પાર્કિગની વ્યવ્સથા કરી આપે તો જ મુસાફરોને પણ રાહત થાય અને ટ્રાફિકની સમસ્યા પણ નહીંવત અંશે ઓછી થાય, શું પોલીસ તંત્ર કાર્યવાહી કરશે કે કેમ… ?  કે પછી આંખ આડા કાન જ કરશે.

 

આ પણ વાંચો –  સરખેજમાં જામીઆ હફસા પ્રાયમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એડમિશન ઓપન, દિની તાલિમ સાથે અભ્યાસ કરાવતી શાળા!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *