IndiaUSTradeDeal : ટેરિફ મામલે ભારત સામે અમેરિકા ઝુક્યું, હવે 25થી ઘટીને 18 ટકા ટેરિફ

IndiaUSTradeDeal :

IndiaUSTradeDeal અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની ટેલિફોનિક વાતચીત બાદ એક ઐતિહાસિક વેપાર કરારની જાહેરાત કરવામાં આવી છે. આ કરાર હેઠળ અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર લાગતા ટેરિફ (આયાત શુલ્ક) ને 25% થી ઘટાડીને હવે માત્ર 18% કરી દીધો છે. આ જાહેરાત બાદ ભારતીય નિકાસકારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે તેનાથી અમેરિકી બજારમાં ‘મેડ ઇન ઇન્ડિયા’ વસ્તુઓ સસ્તી અને વધુ સ્પર્ધાત્મક બનશે.

IndiaUSTradeDeal :  ભારતે રશિયન ઓઈલ છોડી અમેરિકા સાથે હાથ મિલાવ્યો

જો કે  આ કરાર પાછળ એક મહત્વની વ્યૂહાત્મક શરત પણ જોડાયેલી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ભારત હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરશે અને તેના બદલે અમેરિકા અને સંભવિત રીતે વેનેઝુએલા પાસેથી તેલની ખરીદી વધારશે. ટ્રમ્પનું માનવું છે કે આ પગલાથી રશિયા-યુક્રેન યુદ્ધને રોકવામાં મદદ મળશે. આ ઉપરાંત, પીએમ મોદીએ આગામી સમયમાં અમેરિકા પાસેથી 500 અબજ ડોલરથી વધુની કિંમતની ઉર્જા, ટેકનોલોજી અને કૃષિ ઉત્પાદનો ખરીદવાની પણ ખાતરી આપી છે.

પીએમ મોદીએ ટ્રમ્પનો માન્યો આભાર

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ જાહેરાતને આવકારતા લખ્યું કે, “મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને આનંદ થયો. મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર ટેરિફ ઘટીને 18% થવો એ એક અદભૂત સમાચાર છે. 140 કરોડ ભારતીયો વતી હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માનું છું.” આ કરારથી ભારત હવે વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા દેશોની સરખામણીએ અમેરિકી બજારમાં વધુ સારી સ્થિતિમાં આવી ગયું છે.

આ પણ વાંચો:  સંરક્ષણ બજેટમાં 1 લાખ કરોડનો જંગી વધારો, રાફેલ, સબમરીન અને મિસાઈલથી સજ્જ થશે ભારતની સેના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *