Ukraine Largest Drone Attack: યુક્રેન (Ukraine) દ્વારા રશિયા (Russia) પર એક મોટો હવાઈ હુમલો (Air Attack) કરવામાં આવ્યો છે, જેને યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો માનવામાં આવે છે. ગઈકાલે રાત્રે મોસ્કોને લક્ષ્ય બનાવીને એક પછી એક કુલ 35 ડ્રોન (35 Drones) છોડવામાં આવ્યા હતા. આ હુમલામાં કુલ 16 લોકો ઘાયલ (16 Injured) થયા હોવાના અહેવાલ છે, જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
રશિયાનો દાવો અને નુકસાન:
Ukraine Largest Drone Attack: મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનિન (Sergey Sobyanin) એ યુક્રેનિયન ડ્રોન હુમલાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હુમલાઓ રવિવારે રાત્રે 10 વાગ્યે શરૂ થયા હતા અને લગભગ પાંચ કલાક સુધી ચાલ્યા હતા. રશિયાએ દાવો કર્યો છે કે તેણે છોડવામાં આવેલા 35 ડ્રોનમાંથી 28 ડ્રોનને હવામાં તોડી પાડ્યા (Shot Down 28 Drones) હતા.
પશ્ચિમ બેલ્ગોરોડના ગવર્નર વ્યાચેસ્લાવ ગ્લાડકોવના જણાવ્યા પ્રમાણે, આ હુમલામાં 16 લોકો ઘાયલ થયા છે.
મોસ્કોના બ્રાયન્સ્ક ક્ષેત્રમાં એક યુક્રેનિયન ડ્રોન ક્રેશ થયું હતું, જેના કારણે બે ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.
આ હુમલાની સીધી અસર મોસ્કોની હવાઈ સેવાઓ પર પડી હતી. સાવચેતીના ભાગરૂપે ડોમોડેડોવો (Domodedovo) અને ઝુકોવ્સ્કી (Zhukovsky) એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ (Temporarily Closed) કરી દેવામાં આવ્યા હતા. આ બંને એરપોર્ટ પર લેન્ડ થનારી ફ્લાઇટ્સને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ (Diverted) કરવામાં આવી હતી, જ્યારે ટેક-ઓફ થનારી ફ્લાઇટ્સને રદ કરીને ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ હુમલો રશિયા દ્વારા યુક્રેન પર અગાઉ કરાયેલા હુમલાના જવાબમાં માનવામાં આવે છે. અગાઉ, રશિયાએ યુક્રેન પર 100 ડ્રોન વડે હુમલો કર્યો હતો. તે હુમલામાં યુક્રેનમાં 7 બાળકો સહિત 29 લોકો ઘાયલ થયા હતા અને ત્રણ લોકોના મોત થયા હતા, પરંતુ યુક્રેને દાવો કર્યો હતો કે 90 ડ્રોનને નષ્ટ કરી દેવાયા હતા. યુક્રેનનો આ 35 ડ્રોન વડે કરાયેલો હુમલો બંને દેશો વચ્ચેના સંઘર્ષમાં વધારો સૂચવે છે.
આ પણ વાંચો: ઇન્ડિગોની ફ્લાઇટમાં ફ્યુઅલ લીકેજ, વારાણસીમાં 166 મુસાફરો સાથે સુરક્ષિત લેન્ડિંગ

